________________
૨૫૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સર્વથા છોડી દેવા માટે તે વસ્તુને પરઠવી દેવાને અધિકાર છે જે આજે પણ પ્રચલિત છે.
સંયમની સાધનાને દૃષ્ટિકોણ મુખ્ય રાખીને જ જૈન મુનિ. એને માટે આ નિયમ છે.
સેવાઈ ગયેલા અકૃત્ય સ્થાનોની વક્તવ્યતા:
મારા પાત્રમાં પિંડ પડો” આવી પ્રતિજ્ઞાવાળે કઈ મુનિ ગોચરી માટે જાય છે, અને ત્યાં મૂળગુણની વિરાધનારૂપ કંઈક અકૃત્ય સેવાઈ ગયું હોય, ત્યાર પછી અકૃત્ય-સેવી મુનિને પિતાથી સેવાઈ ગયેલા અકૃત્યને સંતાપ-માનસિક ખેદ થાય, અને પિતાના મનમાં વિચારે કે “મારાથી સેવાઈ ગયેલા અકૃત્યનું અરિહંતાદિ સમક્ષ હ આલેચના કરૂં, મિસ્યા દુષ્કૃત દઈને પ્રતિક્રમણ કરૂ, તેની નિ દા કરૂં, ગહ કરું અને ફરીથી તેવું ન થાય તે માટે તેવાં અકૃત્યેના અનુબ ધને જ તોડી લઉં. પ્રાયશ્ચિત કરીને વિશુદ્ધ થાઉં, ઈત્યાદિ ભાવના કરીને પછીથી હ સ્થવિરો પાસે જાઉં અને તે પૂને મારા અકૃત્યેની જાણ કરી તેઓએ આપેલા પ્રાયશ્ચિત, તપશ્ચર્યા આદિનું પાલન કરીશ અને અકૃત્યથી મારા આત્માને શુદ્ધ કરીશ ”
આવી રીતના વિચાર કરી તે મુનિ સ્થવિર પાસે આવવા પગ ઉપાડે છે પણ તે પહેલાં જ સ્થવિર પિતે વાતાદિ દોષથી મૂક થઈ જાય, કાળ કરી જાય, અથવા પિતે (પ્રાયશ્ચિત લેનાર મુનિ) મૂક થઈ જાય, કાળ કરી જાય. આવી પરિસ્થિતિમાં છે ભગવંત ! આપ ફરમાવો કે તે મુનિ વિરાધક છે કે આરાધક છે? જવાબમાં ભગવાને કહ્યું કે હે ગૌતમ! તે મુનિ ચોક્કસ આરાધક જ છે પણ વિરાધક નથી