________________
શતક ૮મુંઃ ઉદ્દેશક-૭
૨૫૧ ધર્મલાભ આપીને મુનિરાજ પિતાના સ્થાનકે (ઉપાશ્રયે) આવ્યા. એક પિંડ પોતાને માટે રાખીને બીજું પિંડ શ્રાવકના કહ્યા પ્રમાણેના સ્થવિરને દેવા માટે તેની તપાસ કરતાં જે તે મલી જાય તે ઠીક, અન્યથા તે પિંડનું શું કરવું ? કેમકે તે પિડ જે સ્થવિરને માટે નિર્ણત છે માટે તેની માલિકીનું પિડ પતે ખાઈ જાય તે ખાનાર મુનિને અદત્તાદાનને દોષ લાગે છે. અને દ્રવ્ય તથા ભાવથી સૂક્ષ્મ કે બાદર દોષને નહીં સેવનાર જૈનમુનિ અદત્તાદાનનું સેવન કરે નહીં. જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! સ્થવિરને ગોતવા છતાં પણ તે ન મળે તે ગૃહસ્થ દીધેલા તે પિંડને એકાન્ત, નિર્દોષ અને જીવરહિત જમીનમાં પરઠવી દેવું જોઈએ.
આ જ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ કે દશ પિંડને આપતા ગૃહુર્થ કહેશે કે આમાંથી એક તમે વાપ રજે અને બાકીને અમુક અમુકને આપજો. જવાબમાં ભગવતે ઉપર પ્રમાણેની વિધિ કહી છે વસ્ત્ર, પાત્ર, રજેડરણ માટે પણ આ જ વિધાન છે, અર્થાત પિતાને દીધેલું પતે વાપરે અને બીજાને ઉદ્દેશીને આપેલુ પાત્ર-રજોહરણ આદિ તે સ્થવિર મળી જાય તે આપવુ અન્યથા પરઠવી દેવું
જૈન મુનિ નિવૃત્તિપ્રધાન હોવાથી પિતાના આત્મિક સ યમને તથા લીધેલા વ્રતોને કયાયથી પણ દૂષણ લાગવા પામે નહીં તદર્થે જે વસ્તુઓ પિતાની નથી, જેના સેવનથી મન-વચન અને કાયામાં વિકૃતિ–રોગ તથા બીજી કોઈ ઉપાધિ થવાને સંભવ રહે, અથવા જે વસ્તુને પાસે રાખવાથી પિતાને કયાયથી આધ્યાન થવાને પ્રસંગ આવે ત્યારે તે વસ્તુ ઉપરનું મમત્વ