________________
૨૫૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સ્વતઃ કે ગુરુની કૃપાદૃષ્ટિથી ઉચ્ચસ્થાને આવીને સંસારના બધાએ જીવોમાં પિતાની જ કલ્પના કરશે અને પિતાની શક્તિ વડે સૌને સુખી જ બનાવશે. પછી તેને કોઈ પણ વ્યક્તિ કે પદાર્થોની હાનિ લાભ માટે પણ સુખ દુખ નહિ થાય અને સર્વથા અલિપ્ત રહેશે, અને તેમ થતાં પોતાના આત્માને વધારે વિશુદ્ધ બનાવવા માટે તમને આશ્રય લઈ તેમાં પૂર્ણ સસ્ત બનશે. પછી તે “મથુન કર્મ દ્વારા લાખ કરોડે જીવને શા માટે હણનારો બનુ ” આવી ભાવના થતાં જ બ્રહ્મની ઉપાસનામા આગળ વધશે અને બ્રહ્મની આરાધનામાં એકાકારતા પ્રાપ્ત થતાં જ સંસારના પ્રત્યેક જીવને યથાગ્ય કેઈને અન્નદાન, બીજાને જ્ઞાનદાન, ત્રીજાને બુદ્ધિદાન, ચોથાને ચાતુરીદાન, પાંચમાને ધર્મદાન અને છેવટે મેલિદાન આપવા જેટલી શક્તિ પણ તેમાં ઉત્પન્ન થશે.
માટે જ તીર્થકર ભગવ તોએ મોક્ષમાં જવા માટે “દાનાદિક ચારે બારણા....” અર્થાત જૈનશાસન રૂપી સરોવરમાં રહેલા નવતત્વરૂપી કમળને લેવા માટે દાન-શિયળ–તપ અને ભાવ ને ચાર દ્વાર રૂપે કહ્યો છે કેમકે દરવાજામાં પ્રવેશ કર્યા વિના આગળ વધી શકાતું જ નથી
હવે આપણે પ્રશ્નોત્તરમાં પ્રવેશ કરીએ.
ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીના પૂછવાથી ભગવંતે કહ્યું કે આહાર પ્રાપ્ત કરવાની ઈચ્છાથી શ્રાવકના ઘરે આવેલા મુનિરાજેને તે ગૃહસ્થ (ગાથાપતિ) બે પિંડ માટે નિમંત્રણ આપતાં કહે છે હે પૂજ્ય મુનિવર ! આ બે પિંડમાંથી એક પિંડ (આહાર)નું ભક્ષણ તમે કરજે, અને બીજુ પિડ અમુક સ્થવિરને આપજે, આમ કહીને તે ગૃહસ્થ મુનિરાજને બે પિંડ આપે છે.