________________
૨૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
મોક્ષરૂપી બંગલામાં પ્રવેશ કરવા માટે દાન-શિયલ–તપ અને ભાવ એ ચાર દ્વાર છે. પરંતુ ગૃહસ્થને માટે તે સર્વ સુલભ દાનધર્મ હોવાથી તે દ્વારા ગૃહસ્થ પિતાનું કલ્યાણ સાધા શકે છે.
આ ચારે ધર્મોમાં કાર્યકારણતા ?
આ ચારે ધર્મોમાં કાર્યકારણભાવ રહેલું હોવાથી સમ્ય પ્રકારે એકની આરાધનામાં ચારેની આરાધનાનો સમાવેશ સુલભ છે. જેમ કે જે દાનધમી છે તે શિયળવંત પણ છે, અને શિયલવતને તપાધર્મ શકય હોય છે અને તેના સદુભાવમાં ભાવધર્મ અવશ્યમેવ હોય છે તેવી રીતે જે સદૂભાવી છે તે તપસ્વી છે. જે તપસ્વી છે તે શિયળ સંપન્ન છે, અને શિયળ સંપન્ન આત્મા દાની જ હોય છે. તે આ પ્રમાણે –
આપણે સહજ સમજી શકીએ છીએ કે ગૃહસ્થાશ્રમીને માટે શિયળ, તપ અને આત્તધ્યાન ફસેલો હોવાથી ભાવધર્મ પણ અત્યંત દુષ્કર છે, કષ્ટ સાધ્ય છે માટે જ સૌથી પહેલા સર્વથા સુલભ દાન દેવાની આદત કેળવવી જોઈએ અને ભાવદયાપૂર્વક નિર્વ્યાજ દાન આપતાં, એક દિવસ એ પણ આવશે અને નીચે પ્રમાણે ભાવના થશે કે “અત્યંત કષ્ટસાધ્ય શ્રીમ તાઈ દ્વારા જ્યારે હે દીન-દુ ખીચેનાં દુઃખમાં ભાગીદાર બની રહ્યો છું, તે પછી એકવારના મિથુનમાં બેથી નવ લાખ જીવે જે મરી રહ્યા છે, તે મારા પિતાના સંયમથી મિથુનને જ ત્યાગ કરી તે બિચારા ઇને પણ અભયદાન દેનારો બનું.” આવી રીતના વિચારો આવતા જ તેને શિયલધર્મ પ્રત્યે રુચિ થશે અને ધીમે ધીમે તે પાપને કંટ્રોલમાં લેશે