________________
૨૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પથારીવશ, જેઘાબળના કમર, વૃદ્ધ, બાળ અને પઠનશીલ મુનિરાજેની અપ્રાસુક (અચિત્ત હોવા છતાં પણ અપવાદ આદિના કારણે દેષયુક્ત) અષણીય (મેડા આદિથી ઉતારેલ દેષયુક્ત) આહારપાણ આપતા શ્રાવકને ઘણા ઘણાં કર્મોની નિર્જરા થાય છે અને અલ્પતર પાપ લાગે છે એટલે કે બીમારી આદિની અવસ્થાને પ્રાપ્ત થયેલા મુનિરાજેની ભક્તિ કરનાર શ્રાવકને કર્મોની નિર્જરા ઘણી થાય અને પાપગંધન અ૫ થાય છે.
પરમ પવિત્ર મુનિરાજેની ભક્તિ એટલે સમ્યગદર્શન–જ્ઞાન અને ચારિત્રની ભક્તિ છે. તેથી શ્રાવકને એકાંતે લાભ છે, મહાલાભ છે પાપબંધનની અપેક્ષાએ નિર્જરા વધારે હોવાથી કરાયેલી ભક્તિ શ્રેયસ્કરી છે.
સંથારાવશ થયેલા મુનિઓ જે બીજા પ્રકારે પિતાને નિર્વાહ કરી શકતા નથી તેમને અનિવાર્ય સંજોગોમાં અપ્રાસુક અને અનેષણય આહારપાણ આપીને પણ તેમના આનંદયાન રહિત જીવનમાં ભાગીદાર બનનાર શ્રાવકને સારે માનવામા આવે છે.
પરંતુ જઘાબળ શક્ત હોવા છતાં, કેવળ પ્રમાદવશ પડેલા મુનિરાજે તે અપ્રાસુક અને અનેષણય આહારને નિષેધ છે. - જ્યારે બીજા આચાર્યો કહે છે કે “ગુણવંતપાત્રને અપ્રાસુકાદિ દાન દેનારના પરિણામો યદી શુદ્ધ છે તે તેમને મહાનિર્જરા છે અને પાપ અલ્પ છે કેમકે “પ્રત્યેક ક્રિયામાં આત્માના પરિણામે જ પ્રમાણ છે ”
મતલબ કે અત્યંત પ્લાન બનેલા અથવા બીજા પ્રકારે પણ સુધાવેદનીય સહન કરવા માટે અસમર્થ મુનિરાજોના ચારિત્ર પરિણામે સ્થિર રહે, પોતાની છેલ્લી આરાધના બરાબર કરી શકે તે માટે ગમે તે રીતે કરાયેલી ભક્તિ સ્વીકાર્ય છે.