________________
૨૪૧
શતક ૮મું : ઉદ્દેશક-૭
પ્રશ્ન-૨. તથા પ્રકારના મુનિરાજોને યદી તે શ્રમણોપાસક અપ્રાસુક અને અષીય આહારપાણી આપે તે દાતારને શું ફળ મળશે?
પ્રશ્ન-૩. તથા અસંયત અવિરત અને અપ્રત્યાખ્યાત સાધુને પ્રાસક કે અપ્રાસુક, એષણીય કે અષણીય આહારપાણી આપ નાર દાતાને શુ ફળ મળશે?
આ પ્રમાણે આ ત્રણે પ્રશ્નો શ્રાવકને લગતા છે જવાબમાં ભગવાને ફરમાવ્યું કે હે ગૌતમ?
જવાબ ૧ સતાવીશ ગુણના ધારક, પંચમહાવ્રતધારી, પવિત્ર તમ મુનિરાજોને પ્રાસુક (અચિત) એષણીય (આધાકર્માદિ દેષ રહિત) અશન–પેટ ભરીને ખાઈ શકાય તે રોટલા-રોટલી-ભાત કઠોળ-પૂરી આદિ પદાર્થો
પાન–જેનાથી તરસ મટે તે પાછું, છાસ, ઘેવણ આદિ પદાર્થો જે પીવાય છે.
ખાદિમ-છેડે ઘણે અંશે જેનાથી ભૂખ મટે તેવા ફળ, શેરડી, પૌઆ આદિ
સવાદિમ-સ્વાદ લેવા લાયક સેપારી, તજ, લવિંગ, એલચી, ચૂર્ણગોળી આદિ.
ઉપચારથી વસ્ત્ર, પાત્ર, કબલ (કામલી) રજોહરણ, ઔષધ આદિ દ્રવ્ય વડે પ્રતિલાભિત કરે, તે તે શ્રાવક એકાંતે (જેમાં બીજો વિકલ્પ નથી) કર્મોની નિર્ભર કરે છે. તેમ ભક્તશ્રાવકને ભક્તિ કરતા કેઈ જાતનું પાપ લાગતુ નથી.
જવાબ ૨. બીજા પ્રશ્નના જવાબમાં ભગવાને કહ્યું કે, ગલાન,