________________
શતક ૮મું : ઉદ્દેશક-૬
૨૩૭ જેમ જેમ પાપભીરુતા વધતી જાય તેમ તેમ પાપી પેટને માટે કરાતા પાપને પણ સ્વાધીન કરી સાચા અર્થમાં શ્રમણોપાસક બને.
મતલબ કે આવી રીતના ભાગ્યશાળી જૈનમતાનુયાયી શ્રમણપાસકે જ હોય છે, બીજા એટલે ગોશાળાના ભક્તો નહીં કેમ કે યથાર્થ જ્ઞાન વિના કેઈને પણ પાપની વિરતિ હોતી નથી. આજીવિકના સિદ્ધાંતની વક્તવ્યતા :
આ વિક એટલે ગે શ ળ ન ભ ત એમ માને છે કે : “સંસારના જી અપ્રાસુક-સચિત્તાહારી છે, તેથી તેઓ ખાવા લાયક પ્રાણીઓને લાકડી વડે મારીને, તરવાર કે છરીથી છેદીને, શુળ આદિથી ભેદીને, પાંખ આદિ ઉખેડીને અને શરીરની ચામડી વગેરે ઉતારીને તેવા પ્રકારનો આહાર કરનારા હોય છે.”
સ સારના બધાએ જીવે જ્યારે આ પ્રમાણે જીવી રહ્યાં છે. ત્યારે શાળા મતના બાર પ્રકારના ઉપાસક ગૃહસ્થો જેવા કે તાલ, તાલપ્રલંબ, ઉદવિધ, સંવિધ અલવિધ, ઉદય, નામદય. કર્મોદય, અનુપાલક, શંખપાલ, અય પુલ અને કાતર આદિ
શાળાને જ અહંત (અરિહંત-જિનઆદિ) માને છે. તેઓ માતાપિતાની સેવા કરાવાવાલા હોય છે, પાંચ પ્રકારના ફળને ઉદુ બર (ગુલરનું ફળ) વડનાનાફળ, બોર, સતર ફળ, પિપલાનું ફળ, આદિ પદાર્થો પોતાના સિદ્ધાંતવજર્યું હોવાથી ખાતા નથી. તથા પલાંડુ (કાંદા-પ્યાજ) લઘુન (લસન) કંદ (સુરણ વગેરે ક દે) મૂળ આદિ વસ્તુઓને ખોરાક પણ કરતા નથી. જે બળદો વડે વ્યાપાર કરે છે તેમની ખસી પણ કરતા નથી, નાક છેદતા નથી, અને જેમાં ત્રસ જીવોની હત્યા થાય તેવાં ધાન્યને વ્યાપાર પણ કરતા નથી. ઉપરના વક્તવ્યને ખ્યાલમાં રાખીને.