________________
૨૩૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ યદ્યપિ સાધારણ જીવેને માટે સર્વથા અજેય અનંતાનુ બંધી કષાય અમુક સમયે દબાઈ ગયે હોય છે, તે પણ તેના નાના ભાઈ જે અપ્રત્યાખ્યાન કષાયતું જેર (શક્તિ) હજી વિદ્યમાન હોવાથી બીજી કઈ વ્યક્તિ કે પદુગલિક પદાર્થ પ્રત્યે થયેલ કોધ-માન-માયા અને લેભ એક વર્ષ સુધી પણ મટી શકતો નથી, ત્યારે સમ્યગદર્શન મેળવેલા આત્માને યદ્યપિ વીતરાગ પરમાત્માનું પૂજન, ભજન, કીર્તન, દયા, દાન આદિ સત્કાર્યો કરવા ગમે છે, અને પોતાની શ્રદ્ધા પ્રમાણે તે કરે છે, તે પણ પિતાના આત્માને નવા આવનારા પાપ માર્ગોથી દૂર કરવા માટે સમર્થ બનતો નથી
છતાં પણ ગુરુભગવંતના મુખે વ્યાખ્યાન વાણી સાંભળતા, અને સદુતુષ્ઠાને (પષધ, પ્રતિક્રમણ, સામાયિક, વ્રત, પશ્ચકૂખાણ)ને કરતા તેને આત્મા કઈક નરમ પડે છે અને પવિત્ર અનુષ્ઠાનોમા જેમ જેમ એકાગ્રતા વધે છે, તેમ તેમ તેના આત્મા ઉપર શેષ રહેલા કેડા કેડી કર્મોમાંથી પાપમના પાપમ જેટલા સ્થિતિવાળા કર્મો ધીમે ધીમે ખસવા માંડે છે. અને તે ભાગ્યશાળી બીજા અપ્રત્યાખ્યાની નામના કષાયને પણ મારી-કુટીને અધમ કરી નાખે છે
અને જાણે “જેહને પિપાસા હે અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન.” તેના રોમેરોમમાં વસી જાય છે.
“જેને વીતરાગતા મેળવવા માટેની તીવ્ર ભાવના હોય તે ભાગ્યશાળી કેઈ કાળે પણ વિષપાન જેવા કષાનું સેવન કરશે નહીં. બીજા પાસે કરાવશે નહીં, અને જ્યાં કષાયે વર્તતા હશે ત્યાંથી દૂર રહેશે”