________________
શાતક ૮મું ઃ ઉદ્દેશક-૬
૨૩૧ આવા જીવાત્માઓને એક સેકન્ડ માટે પણ “હું કેણ છું ? મનુષ્ય અવતાર શી રીતે પામે છું ? મરીને મારું શું થશે ? ઉચ ખાનદાનમાં જન્મેલે છું છતાં મારા વિચારે આવા ગંદા કેમ છે? ધર્મપત્ની છે છતાએ હ દુરાચારી શી રીતે બન્યું ?' ઈત્યાદિક વિચારો પણ તેમને આવતા નથી.
આ પ્રમાણે અનંતાનુબંધી કષાયરૂપી મેહકર્મના તીવ્ર નશામા બેભાન બનેલા આવા જીવન ઘણો મોટો સમય પાપમાં, પાપ કાર્યો માં અને પાપ વિચારોમાં જ પૂર્ણ થાય છે જેથી પિતાના આત્મા માટે વિચાર સુધા પણ કરવા જેટલો સમય તેઓ લઈ શકતા નથી
પરંતુ ભવભવાંતરમાં સંસારની રખડપટ્ટી, યમદૂતે તથા પરમાધામીઓના ડડાઓને માર ખાધા પછી આત્માને પ્રબળ પુરુષાર્થ જ્યારે જાગી ઉઠે છે, ત્યારે આત્માની અમાપ શક્તિ વડે તે ભાગ્યશાળી અનંતાનુબંધી કષાય–ચોકડીને સર્વથા કે
ડે ઘણે અંશે ક ટેલમાં કરે છે તે સમયે મંદિરના દ્વાર ઉઘડતા જેમ સો કેઈને પરમાત્માના દર્શન થાય છે તેમ આત્મામા પણ કંઈક રાગદ્વેષને ઉપશમ, મદ તથા મદનનુ દમન, સંસાર પ્રત્યે ઉદ્વેગ, લેગ વિલાસે પ્રત્યે નિર્વેદ (વૈરાગ્ય), જીવ માત્ર પ્રત્યે અનુકંપા અને જીવાદિ તમાં શ્રદ્ધા જન્મે છે અને આત્મા સમ્યગ્દર્શનનો માલિક બને છે. પિતાના અભૂતપૂર્વ પુરુષાર્થ વડે ઘણું કનિષ્ઠ કર્મોની માયાના મૂળીયાઓને કમજોર કરે છે, અથવા સમૂળ ઉખેડી મારે છે, જેથી કષાયેનું જોર લગભગ ઘણું જ કમજોર બની જાય છે છતાં એ અનાદિ કાળના અનંત ભવમાં ઉપાર્જિત કર્મો સમ્યગદર્શન થયે છતે પણ કેડીકેડી સાગરોપમ જેટલા શેષ રહે છે