________________
સ્વ. શ્રી મનસુખલાલભાઇને આમુખ
(પ્રથમ ભાગમાંથી ઉદ્ભૂત) શ્રી ભગવતી ભૂત્ર સાર-સંગ્રહ’ના આ ગ્રંથમાં જગત*પ્રસિદ્ધ, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય સ્વ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના સુપ્રસિદ્ધ સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે ભગવતી સૂત્રના શતકો પર જે વિવેચન કર્યું છે, તે પૈકીના પાંચ શતકનું વિવેચન આપવામાં આવ્યું છે. આ વિવેચન પર વિસ્તૃત નોંધ તેમના સુશિષ્ય પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ સાહેબે કરેલ છે. બાળ, યુવાન અને વૃદ્ધ સૌ કોઈ સહેલાઈથી સમજી શકે એ દષ્ટિપૂર્વક આ નોંધે કરવામાં આવી છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. આ રીતે સેનામાં સુગધ મળે એ સુભગ યોગ પ્રસ્તુત ગ્રંથમાં થયેલ છે. પૂજ્ય શ્રી પર્ણાન વિજયજી મહારાજ સાહેબે આ રીતે પોતાના ગુરુદેવનુ અધૂરું કાર્ય પૂર્ણ કર્યું છે અને આ જ સાચી ગુરુભક્તિ કહેવાય. પૂજ્ય મહારાજ શ્રી વિદ્યાવિજયજીનું વિવેચન મૂળમાં આપવામાં આવ્યું છે અને ફૂટનેટમાં નીચે પૂજ્ય પં. શ્રી પૂર્ણાનંદવિજયજીની વિસ્તૃત નોંધ આપવામાં આવી છે લખાણની નીચે વિસ્તૃત વૈધ આપવામાં આવેલી હાય, વાચકવર્ગને વિવેચન સમજવું સહેલું થઈ પડે છે. પ્રસ્તુત ' ગ્રંથમા ભગવતી સૂત્રના પ્રથમ પાચ શતક પર વિવેચન અને વિસ્તૃત નેધ આપવામાં આવેલ છે. છઠ્ઠા શતકનું લખાણ તૈયાર હોવા છતા, ગ્રંથ બહુ મોટો થઈ જાય એ દષ્ટિએ પ્રસ્તુત. ગ્રંથમાં સામેલ નથી કર્યું, પણ ટૂંક સમયમાં તે બહાર પાડ