________________
અનાદિકાળથી મિથ્યાત્વની ઉપાસનામાં મસ્ત બનેલે જીવાત્મા મેહનીયકર્મના ઘેનમાં અત્યાર સુધી સુદ્ર, મિથાભિમાની, લંપટ, લોભી, ફોધી, તુચ્છ, વક, ઈર્ષાળુ, રાગાંધ તથા ટ્રેષાંધ આદિ આત્મઘાતક દૂષણોને સ્વામી બનેલું હોવાથી માંડેલે ગૃહસ્થાશ્રમ દીપાવી શક્યો નથી, જીવનધન શોભાવી શક્યો નથી. આત્મિક તથા આધ્યાત્િમક જીવનમા સત્ય અને સદાચાર વસાવી શક્યો નથી. માટે જ દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, એ માનવ! તારે અનાદિ કાળના ફેરા ટાળવા હોય, સંસારને કે ક હય, તથા ભાવલબ્ધિને પરિપાક સાધવો હોય તે સૌથી પ્રથમ શ્રાવકધર્મના ૨૧ ગુણેને તથા માર્ગાનુસારીના ૩૫ ગુણોને કેળવવા માટે જ પ્રયત્ન કરે જોઈએ. જેથી મિથ્યાત્વને જુને પુરાણો રંગ, કષાયને મેલ, તથા મેહને ચીકણો કાદવ સાફ થશે અને તે ભાગ્યશાળીનું જીવન ગૃહસ્થ ધર્મની પૂર્વભૂમિકા બનવા પામશે”
પાયાના ગુણે જીવનમાં આવ્યા પછી જ શ્રાવક બાર વ્રતને ગ્ય બને છે.
આમ આખો ગ્રથ ઉત્તમ વિવેચનાથી ભરેલે છે. પ્રાપ્ત પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ આવું સુંદર સાહિત્ય સમાજને આપતા રહે અને પોતાના ગુરુદેવના અધૂરા પડેલા કાર્યોને પણ ફરીથી સજીવન કરવા તે તરફ લક્ષ્ય આપે એટલી વિનતિ કરી હું મારું વક્તવ્ય સમાપ્ત કરું છું.
ભાંડપ મુંબઈ૭૮ જેઠ સુદ ૧૫
અમૃતલાલ તારાચંદ દોશી
(વ્યાકરણ તીર્થ)