________________
શતક ૮મું : ઉદ્દેશક-૬
૨૨૯ યાદી બીજો માણસ ભોગવી લે છે તે અનાચારી માણસ શ્રાવકની સ્ત્રી સાથે અનાચાર સેવે છે કે બીજાની સ્ત્રી સાથે?
જવાબમાં ભગવાને કહ્યું કે તે અનાચારી માણસ સામાયિક લઈને બેઠેલા શ્રાવકની જ સ્ત્રી સાથે અનાચાર કરે છે, બીજાની સાથે નહી. કેમકે તે શ્રાવકને સામાયિક લેતા યદ્યપિ તેવો ભાવ જરૂર હોય છે. “મારી મા નથી, પિતા નથી, સ્ત્રી નથી, પુત્ર પરિવાર નથી.” છતા પણ ગૌતમ! સામાયિકસ્થ ગૃહસ્થ યદ્યપિ બધુ છોડી દીધુ છે. તો પણ છડેલા સગાસ્નેહીઓ સાથે સ્નેહની માયા રહેલી હોવાથી. તે સ્ત્રી તેની જ રહે છે, બીજાની થતી નથી. માટે સ્નેહપાશ જ મેટામાં મોટા પાશ છે શ્રાવકધર્મમાં રહેતા શ્રાવકને માટે અનુમતિને ત્યાગ અત્ય ત દુષ્કર છે. કેમકે ગૃહસ્થાશ્રમીને ભાર તેના પર છે દુવિરું વિટ્ટને અર્થ છે કે મન-વચન-કાયાથી હું કરીશ નહી અને કરાવીશ નહીં. પ્રાણાતિપાતાદિની વિરતિ
સંખ્યાત–અસંખ્યાત ભવાની પરંપરાથી ખૂબ જ મજબૂત અને ચીકણું કરેલી કષાયની વૃત્તિ (માનસિક વ્યાપાર) તથા પ્રવૃત્તિ (કાયિક વ્યાપાર)ને લઈ જીવાત્માને સમ્યગદર્શન (આત્મદર્શન) થતું નથી.
મંદિરનું દ્વાર બંધ હોય તે જ્યાં સુધી તે દ્વાર ન ઉઘડે ત્યાં સુધી કોઈ પણ માણસ ગભારા (મંદિરને મૂળ ભાગ)માં વિદ્યમાન હોવા છતા પણ ભગવાનના દર્શન કરી શકવાને માટે સમર્થ બનતું નથી. દર્શક અને દશ્યની વિદ્યમાનતા હોવા છતાં પણ દ્વાર અંતરાયભૂત બને છે. તેવી રીતે પંચભૂતાત્મક શરીરમાં ચૈતન્યસ્વરૂપ, જ્ઞાન-દર્શન ચારિત્રને માલિક, સચ્ચિદાનંદમય