________________
૨૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ વાતને ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભો! તે શ્રાવક પિતાની વહુ શોધે છે કે બીજાની ?
ત્યારે ભગવાને કહ્યું કે હે ગૌતમ! સામાયિક સમાપ્ત થયા પછી તે શ્રાવક ઉતારેલા વર કે આભૂષણે પોતાના જ છે તેને શોધે છે. એટલે કે પિતાના જ વ શેધે છે, બીજાના નહી. કેમકે સામાયિક લેનારો ભાગ્યશાલી યદ્યપિ તે સમયે આવી કલપના જરૂર કરે છે. “મારે ચાંદી નથી, સોનું નથી, હાટહવેલી નથી. આભૂષણ કે વ નથી, યાવત સંસારની કઈ વસ્તુ મારી નથી” આ પ્રમાણે પોતાની બધી વસ્તુઓને ત્યાગ કયે છતે પણ હે ગૌતમ! તે શ્રાવક પદાર્થો પ્રત્યેની મુચ્છ (મમત્વ) છેડી શકવાને માટે સમર્થ બની શકતો નથી. અને હે આયુષ્યમાન ગૌતમ! “પરિગડ” એટલે પદાર્થોને સમુહ એ ખરે પરિગ્રહ નથી. પણ મારા શાસનમાં મુછી રહ્યો વૃત્તો. એટલે કે પદાર્થ માત્ર પ્રત્યે રહેલી મુછ, મમતા, મારાપણું આવા પ્રકારને હૃદયને ભાવ તે પરિગ્રહ છે, અને આટલે ત્યાગ ગૃહસ્થાશ્રમમાં રહેલો ગૃહસ્થ કરી શકતો નથી. માટે શ્રાવકના વ્રત-નિયમ-પચ્ચખાણ ગમે તેટલા સારા હશે તે પણ તેને મમતા તે રહેલી જ છે, અને મમતા એ જ પરિગ્રહ છે.
તે કારણથી સામાયિક પારીને ઉઠેલે ગૃહસ્થ પોતાના જ વને શોધે છે.
સામાયિક લેતા પહેલા યદ્યપિ તેને વસ્ત્રોને ત્યાગ્યા હતા. તે પણ સુચ્છને ત્યાગી નહિ હોવાથી સામાયિક પાર્યા પછી પણ તે પદાર્થ તેના જ રહે છે, બીજાના થતા નથી.
આ જ પ્રમાણે સામાયિક લઈને બેઠેલા ગૃહસ્થની સ્ત્રીને