________________
૨૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માલિકે છે. ભાગ્યને સમ્યગુદર્શન પ્રાપ્ત થયે છતે પણ અપ્ર. ત્યાખ્યાન કષાયના તીવ્ર ઉદયને લઈ કોઈપણ જાતની વિરતિપાપને ત્યાગ કરી શક્યા એટલે સમર્થ નહીં હોવાથી તે જીવાત્માને અપ્રત્યાખ્યાની ક્રિયા લાગે છે.
પારિચાહિક ક્રિયા આના કરતાં પણ વિશેષાધિક એટલા માટે છે કે આના માલિકે મિથ્યાદિષ્ટ, અવિરત સમ્યગદષ્ટિ અને દેશવિરત જ હોય છે
સારાંશ કે જ્ઞાનપૂર્વક સદૃગુરુઓ પાસે દેશવિરતિ ધર્મ સ્વીકારેલે હોવાથી તે પુણ્યશાલીને સમ્યગદર્શનની પ્રાપ્તિમાં મિથ્યાદર્શન હોતું નથી. તેમ દેશવિરતિ સ્વીકારેલી હોવાથી અપ્રત્યાખ્યાનિકી ક્રિયા પણ હોતી નથી, તેમ છતાં પણ ગૃહસ્થાશ્રમને પરિગ્રહ ત્યાગેલે નહીં હોવાથી તેમને આ કિયા જ શેષ રહે છે. - જ્યારે આના કરતાં પણ આરંભિકી ક્રિયા સર્વાધિક એટલા માટે છે કે આના માલિકે મિથ્યાદર્શની, અવિરત સમ્યગદષ્ટિ, દેશવિરતિ અને પ્રમત્ત સંયમી જીવે પણ છે. મતલબ કે સર્વ વિરતિ ધર્મ સ્વીકાર્યા પછી પણ ગુરૂકુલવાસ તથા સ્વાધ્યાયની કમજોરી હોવાથી સર્વવિરતિધર મુનિરાજે પણ પ્રમાદી થશે. ત્યારે તેમને માનસિક, કાયિક અને વાચિક વ્યાપાર પણ આરંભસમારંભવાળ હોવાથી ભગવાને પ્રમત્ત સંયમીને આ ક્રિયાનો માલિક કહ્યો છે.
જ્યારે માયાપ્રચયિકી ક્રિયાના સ્વામીઓ ઉપરના ચાર તથા અપ્રમત્ત સંયમી યદી કષાયવંત છે તે તેઓ પણ આ કિયાના માલિક છે.