________________
૨૧૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સુખ, શાંત અને સદાચારી બનાવવા હોય તે રેજના વપરાશ વાળા પદાર્થો ઉપર પરિગ્રહની મર્યાદા કરજે. તે જ તું સાચે સુખી બનવા પામીશ અને સંસારને સદાચારી બનાવવાને ઉપકારક તું કરી શકશે.
કરશે અને મજા હજારો મારીને પણ જન રીને ફરાગી બનાછા પોતાની જાતનેવાના ચાન્સ ઉભો
અન્યથા માનવ જાતને સ્વભાવ પરિગ્રહને વધારનાર હોવાથી વનસ્પતિના અનંત ઉપકારને ભૂલીને પણ વનસ્પતિઓનો નાશ કરશે અને બીજા હજારો માણસેને ભૂખે મારવાના ચાન્સ ઉભે ? કરશે અને તેમ કરતાં તે પોતે પોતાની જાતને દુઃખી–મહાદુઃખી, રેગી–મહારોગી બનાવશે. તથા સંસાર સાથે વેર વિરોધ વધારીને સંસારને પણ દરિદ્ર બનાવશે, કેમકે પરિગ્રહ સ્વત મહાપાપ છે
કેવળ હીરા, મોતી, માણેક, સોના, ચાંદી કે તાંબા પિત્તલના વાસણોની પોતાના સ્વાર્થ પૂરતી મર્યાદા કરવા માત્રથી કઈ પણ માણસ અપરિગ્રહી બનતું નથી. તેમ કુતરાઓને રોટલો કે કબૂ તરોને અનાજ નાખવા માત્રથી પણ દયાળુ બની શકાતું નથી પણ જીવનના અણુ અણુમાં માનવમાત્ર કે જીવમાત્ર પ્રત્યે દયાવૃત્તિ લાવવાને માટે પ્રત્યેક ક્ષેત્રમાં પરિગ્રહ-પરિમાણ વ્રતની આવશ્યકતા છે. ત્યારે જ તે માણસ પોતાને, કુટુંબનો, પડોશીએને, ગામનો કે દેશને મિત્ર બનવા પામશે.
પરિગ્રહની મર્યાદા કરવાથી પ્રાપ્ત થયેલ દયા ધર્મજ માણસને સાચા અર્થમાં માણસ બનાવીને માનવના ખાળીયામાં જ સાચું દેવતત્ત્વ પણ પ્રાપ્ત કરાવનાર બનશે માટે સૌ જીવોને સુખી–મહાસુખી બનાવવા માટે ભગવાન મહાવીરસ્વામીએ પરિગ્રહ પરિમાણ વ્રતની પ્રરૂપણ કરીને જગદુદ્ધારક’નું સાચું બિરૂદ જ પ્રાપ્ત કર્યું છે.