________________
શતક ૮મું : ઉદ્દેશક-૩
૨૧૫ લ, ધાન્ય આદિના ઉત્પાદનમાં પ્રકૃતિ જ્યારે ઉદાર છે ત્યારે માણસને પણ પરિગ્રહનિયંત્રણનો ભાવ રાખવો જોઈએ જેથી બધી વસ્તુઓ સુલભ બનવા પામે જેમકે એક ગામમાં હજાર માણસની વસતિ છે અને દૂધનું ઉત્પાદન થેડું છે, ત્યારે પ્રત્યેક માણસ દૂધ ખરીદતી વખતે બીજા માણસનું ધ્યાન રાખે તે કાંઈ પણ વાંધો નથી. પણ પરિગ્રહવંત ડબલ પૈસા આપીને જરૂરીઆત કરતા પણ પાંચગણું, દશગણું, દૂધ ખરીદે અને તેની મલાઈને રાખડી બનાવીને ખાય તેવી પરિસ્થિતિમાં દૂધ વિનાના માણસને તથા તેમના બચ્ચાઓને ચા-દૂધ વિના રહેવું પડશે. તેવી રીતે ફલ વિનાના કે વસ્ત્ર વિનાના ને માણસે પોતાની જરૂરિયાતની વસ્તુઓ માટે ચેરી કરશે, બદમાશી કરશે અને શ્રીમતાના કટ્ટર વેરી બનશે. આવી અવસ્થામાં મહાવીરને સમતાવાદ કયા રહેવા પામશે ? અથવા સમતાવાદની ક્રુર મશ્કરી કરાવીને આપણે જ વિષમતાવાદને ઉત્પન્ન કરી જગને ચોરી– લુંટફાટ–બદમાશીના રસ્તે દોરવનારા બનીશુ. પછી સ્વામી વાત્સલ્ય અને કારને ભાવ પણ હવા ખાતે જ રહી જશે
ખૂબ યાદ રાખવું જોઈએ કે આજના ભારતમાં શ્રીમતે અને તેમના પુત્ર-પુત્રીઓ સીમાતીત દૂધ મલાઈ મિષ્ટાન્ન અને ફલ ફૂલને ખાતા પણ ગીષ્ટ અને મડદાલ છે. જ્યારે ઓછી કમાણી વાળા અથવા કમાણી વિનાના ગરીબ સાધનના અભાવે એટલે કે સમયસર દૂધ, ફળ, શાકભાજી, રોટલા, વસ્ત્ર તથા ઔષધ નહિ મળવાના કારણે રોગિષ્ટ છે અને વગરતે મરી રહ્યા છે. આ બધા અનિષ્ટ સર્વથા અનિષ્ટમૂલક તને જોયા પછી દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ પરિગ્રહના નિયત્રણ ઉપર ભાર મૂક્તા કહ્યું કે, હે માનવ ! હે શ્રીમંત ! હે ભાગ્યશાલિન ! તારે જે સુખી બનવું હોય અને તારા બાલ-બચ્ચાઓને પણ