________________
૨૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
આદિ કઠોળ ધાન્ય અને શાકભાજીથી લઈને ફળ સુધીના પદાર્થો તે બધાએ વનસ્પતિથી ઉત્પાદ્ય છે.
જે મકાનમાં આપણે રહીએ છીએ તે યદ્યપિ પૃથ્વીકાયમાંથી બનેલ છે. તો પણ મનુષ્ય શરીરની પૂર્ણ રક્ષા માટે બારીબારણા તે વનસ્પતિજન્ય છે તથા સાફ-સફા–ગાદલા-પલંગરજાઈ આદિ પદાર્થો પણ વનસ્પતિજન્ય છે.
દૂધ, મલાઈ, દહીં, માખણ, છાશ આદિ પદાર્થોને ખાઈને પુષ્ટ થનારો માણસ પણ વનસ્પતિને જ ભક્તા હોય છે. કેમકે જંગલમાં કે ખેતરમાં ઉત્પન્ન થતું ઘાસ, કપાસિયા, ખલ વનસ્પતિ જ છે. ગાય કે ભેંસ જેને ખાય છે અને તેનાથી જ ગાયના શરીરમાં દૂધ ભરાય છે, એટલે તે દૂધ પણ વનસ્પતિજન્ય જ છે.
આવી રીતે માણસ જાત ઉપર અનંત ઉપકાર કરનાર આ વનસ્પતિ છેવટે મૃત્યુના સમયે પણ દવા, ઔષધ યાવત મર્યા પછી પણ શરીરને બાળવા માટે લાકડા જ કામમાં આવે છે. માનવની માનવતા અને દયાળુતા :
આવી સ્થિતિમાં માનવમાત્રને પણ સમજવાનું છે કે વનસ્પતિને ભક્તા હું એકલે નથી પણ માનવ માત્ર તેને ભક્તા છે. માટે હું દયાળુ બનું અને જાણી બુઝીને કેઈ પણ પદાર્થોને દુરૂપયોગ થવા ન દઉં તેમજ પૃથ્વી પર જન્મેલા પ્રત્યેક માન.
ને શાક, ભાજી, ફલ, ધાન્ય, દૂધ, દહીં અને મલાઈ સુલભ બનવા પામે તે માટે હું મારી જરૂરીઆત કરતાં વધારે ન ખરીદું. આવા પ્રકારે દયાવત માણસ બજારમાં વેચાતી વસ્તુઓ બીજા બધા માણસને સુલભ બને તેવી કાળજી રાખે. શાક, ભાજી,