________________
૨૦૯
શતક ૮મું : ઉદ્દેશક-૨ શ્રેણિએ ચઢતા તથા ક્ષેપક શ્રેણિએ ચઢતા જીવને દશમે ગુણઠાણે વિશુદ્ધ અધ્યવસાય હોવાથી વિશુધ્ધમાન સૂક્ષ્મ સંપરાય ચારિત્ર લબ્ધિ છે. - આ ચારિત્રમાં ૨૮ મેહનીય પ્રકૃતિમાથી સંજવલન લાભ વિના ૨૭ મોહનીય કર્મ પ્રકૃતિને ક્ષય થયા બાદ અને સવલન લેભમા પણ બાદર લેભને ઉદય–નાશ પામ્યા બાદ જ્યારે કેવલ એક સૂક્ષ્મ લેભને જ ઉદય વતે છે, તે સૂક્ષ્મ સ પરાય નામના ગુણઠાણે વર્તાતા ભાગ્યશાલી જીવને આ ચારિત્રલબ્ધિ પ્રાપ્ત થાય છે
* ૫. યથાખ્યાત ચારિત્રલબ્ધિ—જે ચારિત્રમાં કષાયના ઉદયને સર્વથા અભાવ હોય છે, જેના આચરણથી સુવિહિત જીવ મેક્ષ તરફ પ્રયાણ કરે છે, તે ચારિત્રના ચાર ભેદ છે –
૧. ઉપશાત યથાખ્યાત, ૨. લાયક યથા ખ્યાત, ૩. છોધસ્થિક યથાખ્યાત અને ૪ કેવલિક યથાખ્યાત.
(૧) ઉપશાંત યથાખ્યાતએટલે ૧૧મા ગુણસ્થાનકે મેહનીય કર્મો શાંત હોય છે, અને તદ્દન શાંતિ હોવાથી તેનો ઉદય નથી હેતે તે ઉપશાત યથાખ્યાત કહેવાય છે.
(૨) ૧૨-૧૩–૧૪મે ગુણઠાણે મેહનીયકર્મ ક્ષય થઈ જવાથી જે ચારિત્ર થાય છે તે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર છે -
(૩) અગીયારમે અને બારમે ગુણસ્થાનકે બન્ને પ્રકારનું છાઘસ્થિક યથાખ્યાત ચારિત્ર કહેવાય છે.
(૪) કેવળજ્ઞાનીને ૧૩-૧૪ ગુણસ્થાનકે ક્ષાયિકભાવનું ચારિત્ર તે કેવલિકં યથાપ્યાત ચારિત્ર છે.
(નવતત્વ પ્રકારેણુ-મહેસાણા)