________________
૨૦૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સમયે જીવને સદબુદ્ધિ અને કેઈક સમયે મિથ્યાવૃદ્ધિને સમ્યગુ મિથ્યાદર્શન-લબ્ધિ કહેવાય છે.
ચારિત્રલબ્ધિના પણ પાંચ ભેદ છે :
૧. સામાયિક ચારિત્રલબ્ધિ–એટલે પ્રાણાતિપાતાદિ સાવદ્ય યેગની વિરતિ લક્ષણ રૂપ અમુક સમયથી યાવત જીવનની છેલ્લી ક્ષણ સુધીની સામાયિક તે ચારિત્રલબ્ધિ કહેવાય છે.
૨. છેદેપસ્થાપનીય ચારિત્રલબ્ધિ-પહેલાના ચારિત્ર પર્યાએને છેદ કરી ફરીથી મુનિને વ્રતાપ પણ કરાય તે છેદપસ્થાપનીય ચારિત્ર બે પ્રકારે છે
(૧) સાતિચાર એટલે મહાવ્રતને ઘાત થયે ફરીથી વ્રત ગ્રહણ કરાય તે સાતિચાર છેદો પસ્થાપનીય ચારિત્ર લબ્ધિ છે.
(૨) નિરતિચાર-ઈવર સામાયિકવંત વ્રતધારી મુનિને ફરીથી મહાવ્રત ઉચ્ચરાવવા અથવા પહેલા તીર્થકરના મુનિઓને પાછળથી થવાવાળા તીર્થકરોના શાસનમાં પ્રવેશ કરાવવા રૂપ. જેમ પાર્શ્વનાથ ભગવાનના મુનિઓએ મહાવીરસ્વામીના શાસ. નમાં પ્રવેશ કર્યો તે નિરતિચાર ચારિત્રપલબ્ધિ છે.
૩. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર લબ્ધિ–એટલે તપશ્ચર્યા વિશેષ વડે આમાની વિશેષ શુદ્ધિ તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર લબ્ધિ છે.
૪. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર લબ્ધિ–એટલે જે ચારિત્રમાં કષાયને થેડે ઉદય હોય છે તે સૂક્ષ્મ સપરાય ચારિત્ર લબ્ધિ બે પ્રકારે છે.
ઉપશમ શ્રેણિથી પડતા જીવને દસમે ગુણઠાણે પતિત દશાના અધ્યવસાય હોવાથી સંદિશ્યમાન સૂક્ષ્મ સં૫રાય, અને ઉપશમ