________________
શતક ૮મું : ઉદ્દેશક-૨
૨૦૩ ને જન્મ દેનારા અને પ્રચાર કરનારાઓથી થાય છે, જે પારા વાર નુકશાન છે. ૬. લાભલબ્ધિ :
લાભાંતરાય કર્મના ક્ષયે કે ક્ષયપશમે આ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. માનવ માત્રની મહત્વાકાંક્ષા હોય છે કે મને જુદી જુદી જાતના લાભ થતા રહે, અને હું સુખી બનું
પરત પૂર્વભવીય લાભાંતરાય કર્મના ઉદયથી “કુપની છાયા કુપ સમાણી” કુવાની છાયા કુવામાં જ જેમ સમાઈ જાય છે, તેમ તેની એક પણ મહત્વાકાંક્ષા ફલીભૂત બનતી નથી.
બીજાઓના દ્રવ્યની ચોરી, શેડા પરિશ્રમે વધારેદ્રવ્ય મેળવવાની દાનત, કલેશ કંકાસ કરીને પણ બીજાઓના ગજવા ખાલી કરાવનાર, પોતાના હકની નોકરીના સમયે પણ કામચેરી, જેમની પાસેથી રજી મેળવી રહ્યાં હોઈએ તે શેઠ પ્રત્યે વફાદારી વિનાનું જીવન. ખોટા વ્યાજ, માલમાં ભેળસેળ, ખોટા તેલમાપ તથા વિશ્વાસશતી કર્મ કરનાર અને સારો માલ દેખાડીને હલકે માલ વેચનાર માણૂસ લાભાંતરાય કમને બાંધનારો છે. સારાંશ કે બીજાઓના લાભને અંતરાય કરનારો પિતે આ કર્મની એડીમાં સપડાઈ જાય છે.
આવી રીતે બાધેલા આ કર્મના પરિણામે ઘણું ભવો સુધી તે માણસ દાસ, ગરીબ અને નોકરી આદિ કરીને પોતાનો નિર્વાહ કરનારો થાય છે. શેઠ બનવાની ઈચ્છા ઘણી છે પણ બની શકતો નથી, મેટર લાવવાની અને જૂદો બંગલે બાધવાની તીવ્ર ભાવના છે, પણ લાભારાય કર્મને કારણે મનની ઈચ્છાઓ મનમાં જ સમાપ્ત થઈ જાય છે