________________
શતક ૮મું : ઉદ્દેશક-૨
૨૦૧ ધામિકેની નિંદા કરવી, હિંસા, જૂઠ, મૈથુન આદિ ઉન્માર્ગની દેશના આપવી, અનર્થકારી પ્રસંગમાં કદાગ્રહી બનવું, અસંયત એટલે દુરાચારીની પૂજા કરવી. “આવા કાર્યો કરવાથી મારી દુર્ગતિ થશે” આવું વિચાર્યા વિના જ ગમે તેવા અનિષ્ટકારી કાર્યોમાં પ્રવૃત્તિ કરવી, વિદ્યાગુરુ, ધર્મગુરુ, સંયમદાતા, જ્ઞાનદાતા અને પૂજનીય માબાપોનું અપમાન કરવું, તેમની નિંદા કરવી ઈત્યાદિક કાર્યો કરવાથી દર્શનમેહનીય કર્મનું ઉપાર્જન કરનાર માણસ આવતા ભવને માટે દર્શનમેહનીય લબ્ધિ મેળવી શકતા નથી
ભવ પર પરામાં રખડતા જીવેના ઘણા ઘા કર્મો જ્યારે નાશ પામે છે ત્યારે કેઈક ભવે તે ભાગ્યશાળી દર્શન લબ્ધિ મેળવે છે. ૩. ચારિત્ર લબ્ધિ :
સમ્યક્ ચારિત્ર, પવિત્ર જીવન, હૃદયની સરળતા આદિને આપનાર આ લબ્ધિ છે. આ લબ્ધિના પ્રતાપે જ માણસ માત્રને પિતાના આત્માની શુદ્ધિની વૃદ્ધિ થાય છે. ખાતા–પીતા-સૂતાબોલતા–ઉઠતા પિતાના ચારિત્રને કયાંયથી પણ મલીનતા ન આવે, કષાની ભાવના ન થાય, આત્મામાં ગદા પરિણામો ન આવે તેની કાળજી રાખશે.
૪. ચારિત્રાચારિત્ર લબ્ધિ :
અનંતાનુબ ધી કષાયને ઉપશમ થયે સમ્યક્દર્શનની પ્રાપ્તિ થતા આત્માને પિતાના ખ્યાલાતે આવે જ અને અપ્રત્યાખ્યાન કષાના ક્ષપશમે જીવાત્માને અમુક અંશે સંયમ અને અમુક અંશે અસ યમ એટલે કે સર્વથા છોડી દેવાના નિરર્થક પાપના