________________
૧૮
પ્રસ્તુત ગ્રંથના વિવેચક ન્યાય-વ્યાકરણ-કાગ્રતીર્થ પંન્યાસજી શ્રી પૂર્ણાન દવિજયજી મહારાજ શાસનદીપક પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય છે મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબની જીવનરેખા અમે પહેલા ભાગમાં આપી ચૂક્યા છીએ એટલે વિશેષ કાઈ અહીં લખતા નથી.
સ્વ પરમપૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે ભગવતી સૂત્રના છ શતકને અનુવાદ કરો. તેમાંના પાંચ શતકના અનુવાદ ઉપર તેઓશ્રીના વિદ્વાન્ શિષ્ય રત્ન પં. શ્રી પૂન દવિજયજી મહારાજ સાહેબે વિસ્તૃત વિવેચન કર્યું છે, જે ભગવતીસૂત્ર સાર સંગ્રહ ભા. ૧ ગ્રંથરૂપે ગત વર્ષે બહાર પડી ચૂકેલ છે. જે લોકેમા એટલે આદરને પામ્યા હતા કે તેની પ્રથમ આવૃત્તિ તરત જ ખલાસ થઈ ગઈ હતી તેની બીજી આવૃત્તિ છપાઈ રહી છે.
પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજની વિદ્વત્તા વિશે લખવું એ “હાથ કંગના આયનેકી ક્યા જરૂરત” એના જેવું છે તેઓશ્રીએ પિતાના જીવનને દીક્ષા લીધી ત્યારથી જ અધ્યયનમય બનાવ્યું છે પરિણામે તેઓ કલકત્તા યુનિવરસીટીના ત્રણ તીર્થ હોવા ઉપરાંત જૈન શાના મહાન અભ્યાસી છે. અને તેથી જ ભગવતીસૂત્ર જેવા પોતાના ગુરુના અનુવાદ ઉપર તેઓશ્રીએ અભ્યાસ પૂર્ણ અને સર્વજનગમ્ય માર્મિક વિવેચન લખ્યું છે, જેની વિદ્વાનોએ મુક્તક ઠે પ્રશંસા કરી છે.
ના સુપુત્રેજ સિટી વંતિ નિર્મમ એકજ સારા પુત્રથી સિંહણ નિર્ભય બનીને સુવે છે. આજે જેકે સ્વ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજના સંઘાડામાં સાધુઓ, ઘણું જ ઓછા છે પરંતુ શક્તિશાળી પન્યાસજી શ્રી પૂર્ણાન વિજ્યજી મહારાજ જેવા એક જ શિષ્યથી આ સ ઘોડે ચમકી રહ્યો છે.