________________
૧૭ ભાવનગરથી શેઠશ્રી કુંવરજી આણંદજી વગેરે આગેવાન શ્રાવકે પણ પધાર્યા હતા આ મહાન જૈન સાહિત્યના દર્શન કરી વિદ્વાને ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણે આચાર્ય શ્રી વિજયધર્મસૂરિ મહારાજના ઉપદેશથી ન્યાય-વ્યાકરણ, કાવ્ય સાહિત્યના ઉત્તમ ગ્રંથને જૈન ધર્મની વતંત્ર પરીક્ષા તરીકે કલકત્તા સ કૃત એસેસીએશનમાં દાખલ કર્યા હતા તેથી જૈન ગ્રથનુ પઠન-પાઠન જૈન સાધુઓમાં અને વિદ્વાનોમાં શરૂ થયું હતુ. આ પ્રમાણે જૈન દર્શનના મહાન ગ્રંથને પ્રકાશિત કરી જૈન ધર્મની મહાન સેવા કરી હતી - તેઓશ્રીનું શિષ્ય મંડળ પણ એટલું જ શક્તિશાળી અને ચારિત્રસંપન્ન હતું ઈતિહાસગ્ન આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી મહારાજ, સલ્કિયાભિરૂચિ આચાર્યશ્રી વિજયભક્તિસૂરિજી મહારાજ, ન્યાય-વ્યાકરણતીર્થ ઉપાધ્યાય શ્રી મગનવિજયજી મહારાજ, શાસનદી પક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ, ન્યાય વિશારદ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજ, શાન્તભૂતિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ આદિ તેઓના શિષ્ય મહાન પંડિતે અને શાસ્ત્રજ્ઞ હતા જેઓએ જૈન શાસનની અનેક રીતે મહાન પ્રભાવના કરી છે ,
આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સ્થળે સ્થળે જેન બાળાશ્રમો સ્થાપન કરી સમાજમાં જ્ઞાનની તિ પ્રગટાવી છે. રાજા મહારાજાઓને પ્રતિબંધિત કરી જૈનધર્મના રાગી બનાવ્યા છે જાહેરમાં ઉપદેશ આપવાની પ્રથા શરૂ કરી આમ જનતાને જૈનધર્મની મહત્તા સમજાવી છે. અનેક તીર્થોને ઉદ્ધાર કરી આબૂતીથની મહાન્ આશાતના ટાળી જૈનશાસનની મહાન સેવા કરી છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવ જોઈને સમયાનુસાર બધી વસ્તુઓને વિચાર કરવાનું સમજાવી સમાજને સાચી દષ્ટિ આપી છે. આવી મહાન વિભૂતિને ભાવભરી વંદના હો.