________________
૧૬
ધર્મ છે, સ્વતંત્ર ધર્મ છે અનેકાંત, અહિંસા, કર્મસિદ્ધાંત આદિ તેના મૌલીક સિદ્ધતિ અનુપમ છે. આજ સુધી અમે જૈન ધર્મને બૌદ્ધધર્મની કે વૈદિક ધર્મની શાખા સમજતા હતા. તે ભ્રમણ આ ગુરુદેવની કૃપાથી ચાલી ગઈ છે આમ તેઓએ જૈન ધર્મને પ્રકાશમાં લાવવા સાથે જૈન ધર્મની મૌલિકતા જગતના વિદ્વાને સમજાવી.
તે વખતે ભારત વર્ષમાં અગ્રેજી રાજ્ય હતું અને અંગ્રેજોનું વાક્ય બ્રહ્મવાક્ય મનાતું હતું. તેથી આ નિબંધના પરિણામે ભારત વર્ષના વિદ્વાને પણ જૈનધર્મ પ્રત્યે આકર્ષાયા અને તેને અભ્યાસ કરવા લાગ્યા.
ગુજરાતના મહાન્ સાક્ષર સ્વ આનંદશંકર બાપુભાઈ ધ્રુવે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્ય વિરચિત “સ્વાદુવાદ મંજરી” ગ્રંથને અંગ્રેજીમાં સંપાદન કરવા સાથે તે ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું કે, શ્રી શંકરાચાર્ય જેવા પણ અનેકાન્તના સિદ્ધાંતને સમજવામાં થાપ ખાઈ ગયા છે. વાસ્તવમાં અનેકાન્ત વતને સમજવા માટે એક સાચી દષ્ટિ આપે છે. જેથી અનેક કલેશે શાત થઈ જાય છે.
આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી મહારાજ સાહેબે જોધપુરમાં ત્યાંના મહારાજાની સંરક્ષતામાં એક જૈન સાહિત્ય સમેલન ભર્યું હતુ. જેમાં જૈન ધર્મના ઉત્તમ હસ્તલિખિત, પ્રતાકાર તેમજ પુસ્તકાકાર મહાન્ ગ્રંથને પ્રકાશમાં મૂક્યા હતા. યુરોપથી ર્ડો. હર્ટલ અને હર્મન જેકેબી આ સંમેલનમાં પધાર્યા હતા. કલકત્તા સંસકૃત એસેસીએશનના પ્રિન્સીપાલ બહુશ્રત વિદ્વાન શ્રી સતીશચંદ્ર વિદ્યાભૂષણ પણ આ સંમેલનમાં ઉપસ્થિત હતા.