________________
શતક ૮મુ : ઉદ્દેશક-૨
૧૯૯
સાબુ તથા પરિશ્રમ પ્રાપ્ત થયે વસ્ત્ર મેલ વિનાનુ અને ઉજજવલ બનશે. તેવી રીતે આત્માના મેાક્ષ પુરુષાથ જેટલે ખળવાન હો તેટલા અંશમાં તે લબ્ધિઓને માલિક બનશે. લબ્ધિએ દસ પ્રકારની કહેવાય છે. તે આ પ્રમાણે. ૧ જ્ઞાનલબ્ધિ, ૨ દન લબ્ધિ, ૩ ચારિત્ર લબ્ધિ, ૪ ચારિત્રાચારિત્ર લબ્ધિ, દાન લબ્ધિ, ↑ લાભ લબ્ધિ, ૭ ભાગ લબ્ધિ, ૮ ઉપલેાગ લબ્ધિ, ← વીય લબ્ધિ, ૧૦ ઇન્દ્રિય લબ્ધિ, પ્રત્યેક આત્માને સ્પષ્ટ કે અસ્પષ્ટ ઉપરની દશે લબ્ધિએ અવશ્યમેવ હાય છે પરંતુ લબ્ધિએને આવૃત કરનાર તે તે કર્માંના ક્ષય કે ક્ષયેાપશમથી આત્માને જ્ઞાન-દશજ્જૈન-ચારિત્રાદિની જે શક્તિ પ્રાપ્ત થાય તે લબ્ધિ કહેવાય છે.
2
૧. જ્ઞાન લબ્ધિ પાંચ પ્રકારે છે:
મતિજ્ઞાનાવરણીય કમ ના ક્ષયેાપશમે મતિજ્ઞાન લબ્ધિ, શ્રુતજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયેાપશમે શ્રુનજ્ઞાન લબ્ધિ, અવધિજ્ઞાના વરણીય કમના ક્ષયે પશમે અવધિજ્ઞાન લબ્ધિ, મનઃપ વ જ્ઞાના વરણીય કર્મીના થયેાપશમે મનઃપવજ્ઞાન લબ્ધિ અને કેવલ જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયે કેવલજ્ઞાન લબ્ધિ પ્રાપ્ત થાય છે
ગત ભવમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની આરાધના કરી હેાય ત્યારે તે જ્ઞાન મનુષ્યને પ્રાપ્ત થાય છે અને આતર જીવનમાં જેટલા આ શે શુદ્ધતા, પવિત્રતા અને સરળતા ાય છે, તે પ્રમાણે મળેલી મતિ અને શ્રુતજ્ઞાનની લબ્ધિએ વિકાસ પામે છે. તેવા ભાગ્યશાલીને મતિજ્ઞાનની લબ્ધિ સમાજના હિતને માટે, સઘના યાગક્ષેમને માટે અને શાસનની સેવા માટે તથા દીન, દુ:ખી અને દરિદ્રોની રક્ષા માટે કામે લાગશે. જ્યારે શ્રુતજ્ઞાનની લબ્ધિ માનવ માત્રને સમ્યાન દેવા માટે, સમાજ અને સધને દ્રવ્ય,