________________
૧૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ પ્રશ્નોત્તરમાં ગતિ, ઈન્દ્રિય, કાય, સૂક્ષ્મ, પર્યાસ, ભવસ્થ, ભવસિદ્ધિક, સની, લબ્ધિ, ઉપગ, લેશ્યા, કષાય, વેદ, આહાર, જ્ઞાન, ગેચર, કાલ, અંતર, અપમહત્વ અને પર્યાય આદિ વીસ દ્વારો વડે જ્ઞાનના વિષયને ખૂબ વિસ્તૃત કર્યો છે પહેલા મતિ. જ્ઞાનના વિષયને નિરયગતિ દ્વાર કહે છે. પંચેન્દ્રિય તિર્યંચ કે મનષ્ય જે નરક ગતિમાં ઉત્પન્ન થવા વાળા છે તે અંતર્ગતિ (અંતરાલ ગતિ)માં વર્તતે હેય ત્યારે તેમને નિરકગતિ સમજ. આ પ્રમાણે બીજા દ્વારોમાં પણ જાણવું
નિરયગતિક જે જ્ઞાની હશે તે તેને ત્રણ જ્ઞાન અને અજ્ઞાની હશે તે ત્રણ અજ્ઞાન જાણવા. આ અને આના જેવી બીજી બધી વાત મૃલ સૂત્રમાંથી જાણું લેવી.
લબ્ધિ વિષયક પ્રશ્ન :
અનંત શક્તિનો માલિક આત્મા જ્યારે જ્ઞાનાવરણીયાદિ કર્મોના આવરણથી ઢંકાઈ જાય છે, ત્યારે આત્માની તે તે શક્તિઓ પણ આવૃત્ત થઈ જાય છે. પણ મોક્ષપુરુષાર્થ બલી તે આત્મા જ્યારે આવરણોને ખસેડતા જાય છે, ત્યારે તેટલી માત્રામાં લબ્ધિઓ પણ પ્રાપ્ત થતી જાય છે.
સારાશ કે પ્રત્યેક આત્મામાં જે જે જુદા વિકાસ દેખાય છે તેમાં ઈશ્વરની કે દેવ દેવીની મહેરબાની નથી, પણ આત્મા પોતે સંયમશીલ, તપસ્વી, ધ્યાન અને પૌદ્ગલિક ભાવોને ત્યાગી જેટલા પ્રમાણમાં બનવા પામે છે, એટલે જ આત્મવિકાસ થતો જાય છે. જેમ અત્યંત ગદા વસ્ત્રને સાબુની માત્રા થેડી મળશે તે વસ્ત્ર સર્વથા મેલ વિનાનું નહીં થાય, અને જે પૂરા પ્રમાણમાં