________________
શતક ૮મું : ઉદ્દેશક-૨
૧૯૭ અસુરકુમારથી સ્વનિતકુમાર સુધીના દેવોને નારકની જેમ જે જ્ઞાની છે તેમને ત્રણ જ્ઞાન અને અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન જન્મથી જાણવા. પૃથ્વીકાયિક આદિ પાંચે સ્થાવર જીવે અજ્ઞાની જ હોય છે, અને તેમને મતિજ્ઞાન તથા શ્રતઅજ્ઞાન જ હોય છે. સમ્યક્ત્વભ્રષ્ટ છ જ સ્થાવરત્વને પ્રાપ્ત કરનારા હેવાથી અજ્ઞાત છે. વિકલેન્દ્રિય છે જે જ્ઞાની છે તે મતિજ્ઞાની અને શ્રતજ્ઞાની છે અને જે અજ્ઞાની છે તે મતિઅજ્ઞાની અને શ્રુતજ્ઞાની છે.
મનુષ્ય અને તિર્યંચ જેઓએ વિકસેન્દ્રિય નિનું આયુષ્ય બાંધ્યું છે, તે ઔપશમિક સમ્યગ્દષ્ટિ ઉપશમ સમ્યક્ત્વને વમત ઉત્પન્ન થાય ત્યારે તેને અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમ્યગ - દશન જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા સુધી હોય છે. ત્યાં સુધી તે જ્ઞાની અને ત્યાર પછી મિથ્યાત્વને પ્રાપ્ત થતાં જ તે અજ્ઞાની હોય છે.
પંચેન્દ્રિય તિર્યંચ જે જ્ઞાની છે તે કેટલાક બે જ્ઞાનવાળા અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા હોય છે. આ પ્રમાણે અજ્ઞાત માટે પણ જાણવું.
અવધેિજ્ઞાન ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય હોય છે. વિશિષ્ટ પ્રસગે તિર્યચે પણ અવધિજ્ઞાન મેળવે છે, તે સમયે તે સમ્યગુદર્શની હશે તે અવધિજ્ઞાન અને મિથ્યાદર્શની હશે તે વિભાગજ્ઞાન સમજવું.
મનુષ્યોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાઓ હોય છે
નારકની જેમ વાણવ્યંતર, તિષ્ક અને વૈમાનિકોને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે સિદ્ધના જીવને એક કેવળજ્ઞાન જ હોય છે