________________
૧૯૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
જ્ઞાની છે તે યાવત્ પચે જ્ઞાનના માલિકે છે કેવળજ્ઞાનીને એક કેવલજ્ઞાન જ હોવાથી તેઓ એક જ્ઞાનવાળા કહેવાય છે. બાકીના કઈ બે જ્ઞાનવાળા, ત્રણ જ્ઞાનવાળા કે ચાર જ્ઞાનવાળા હોય છે
અને જેઓ અજ્ઞાની હોય છે તે મતિજ્ઞાન અને શ્રતઅજ્ઞાનને લઈને બે પ્રકારે છે અને મતિ શ્રત અને વિભંગને લઈને ત્રણ પ્રકારે પણ છે.
નારકી જીવે શું જ્ઞાની છે? અજ્ઞાની છે? ભગવાને કહ્યું કેસમયગુદષ્ટિ નારકોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોવાથી તેઓ અવશ્ય ત્રણ જ્ઞાનવાળા છે. જ્યારે મિથ્યાદષ્ટિ અજ્ઞાની નારકને બે અથવા ત્રણ પણ અજ્ઞાન હોય છે. જેમ કેઈ અસંશતિયં ચ જીવ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તેઓને અપર્યાપ્ત અવસ્થામાં વિલંગજ્ઞાન નહીં હોવાથી તેટલા સમય પૂરતા તે બે અજ્ઞાનવાળા હોય છે, અને મિથ્યાષ્ટિ સંની પંચેન્દ્રિય જીવ નરકમાં ઉત્પન્ન થાય તે તેઓને અપર્યાપ્ત અવસ્થામાં પણ વિભ ગજ્ઞાન હોવાથી ત્રણ જ્ઞાનના માલિક બને છે. પર્યાસિઓ પૂરી કર્યા વિના મરણ પામતે જીવ અપર્યાપ્ત કહેવાય છે, અને સાથેસાથ દેવ અને નારકન ઓછામાં ઓછું આયુષ્ય દસ હજાર વર્ષનું છે, માટે લબ્ધિ પર્યાપ્ત, લબ્ધિ અપર્યાપ્ત, કરણ પર્યાપ્ત અને કરણ અપર્યાસના ભેદે પર્યાયિઓ ચાર પ્રકારની છે. આમાં ઉત્પત્તિસ્થાને સમકાલે, સ્વયેગ્ય, સર્વપર્યાપ્તિઓની રચનાને પ્રારંભ થયો છે, જ્યાંસુધી તે સમાપ્ત ન થાય ત્યાં સુધી જીવમાત્ર કરણ અપર્યાપ્ત કહેવાશે. અહીં અપર્યાપ્ત એટલે અસમાપ્ત સમજવાનું છે. એટલે પર્યાપ્ત હજુ સમાપ્ત થઈ નથી, અને પર્યાસિઓ પૂર્ણ થયે તે જીવ કરણપર્યાપ્ત કહેવાય છે.