________________
૧૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઘરવાળી અને ઘરવાળીને માવડી પણ કહી દે છે. કારણ કે તે નશામાં ચકનાચૂર હોય છે તેવી રીતે મિથ્યાત્વના નશામાં મૂઠ બનેલો માણસ કઈક સમયે ઈશ્વરને ઈશ્વર કહે છે અને બીજી ક્ષણે તે જ ઈશ્વરને હમ્બક કહે છે, અને અહિસાદ ધર્મને ઢગ કહેવા તૈયાર થઈ જાય છેએક સમયે આત્માની વિચારણા કરવા તૈયાર થાય છે ત્યારે બીજી સમયે આમા છે જ નહિ, રસ્વર્ગ-નરક છે જ નહીં આમ બોલવા માંડે છે અને તેને માટે ખેટા તર્કો પણ ઉભા કરી લે છે આમ થવામાં મિથ્યાત્વની અસર સાફ દેખાઈ રહી છે તે આ પ્રમાણે –
દર્શનમેહનીય કર્મની તીવ્રતામાં જે આત્મદર્શન કરી શકતું નથી અને ચારિત્ર મેહનીયકર્મના કારણે આત્માની શુદ્ધિ તરફ સર્વથા બેધ્યાન રહે છે. માટે જ કહેવાયું છે કે મિથ્યાત્વયુક્ત જ્ઞાન અજ્ઞાન છે.
- દૂધપાક ગમે તેટલે સારે હોય, જૂદી જાતના કેટલાય કિમતી દ્રવ્યો તેમાં નાખ્યા હોય અને સાથે ડું ઝેર પણ નાખ્યું હોય તેવી સ્થિતિમાં દૂધપાક ત્યાજ્ય બને છે. તેવી રીતે હજારો-લાખોની સંખ્યામાં કે વાંચ્યા હોય, બાહ્ય દષ્ટિએ સારો પડિત મનાતે હોય પણ આતરિક જીવન મિથ્યાત્વના ઝેરથી મિશ્રિત હોય છે ત્યારે તેનું બધુ ય જ્ઞાન અજ્ઞાન બને છે
જેને લઈને સંસાર અને સંસારના પદાર્થોનું એક પણ જ્ઞાન સાચું હોતું નથી, તેના અવગ્ર, ઈહા, અપાય અને ધારણામાં સંશય, વિપર્યાય અને અનધ્યવસાય રહેલા હોવાથી તેની સંપૂર્ણ મતિ-બુદ્ધિ સંશયાત્મક, વિપર્યાત્મક અને અનિશ્ચયાત્મક બનવા પામે છે. તેથી જીંદગીના છેલ્લા સમય સુધી પણ હિંસા-અહિંસા, સત્ય-અસત્ય, મૈથુન, બ્રહ્મ, પરિગ્રહ સંતોષ આદિ