________________
૧૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સફેદ વસ્તુ ઉપરની સફેદાઈ સ્વતઃ સિદ્ધ હોવા છતાં પણ જ્યારે તે જ સફેદ વસ્તુ ઉપર બહારનો મેલ જેમ જેમ લાગત જાય છે, તેમ તેમ સફેદાઈ ઝાંખી પડતી જાય છે, અને પાણીમાં પલાળતાં ધીમે ધીમે મેલ ખસતે જાય છે, તેમ તેમ સફેદાઈ પાછી જેવી હતી તેવી તેવી પ્રકાશિત થઈ જાય છે.
તેવી જ રીતે અનાદિકાળના મિથ્યાત્વ, અવિરતિ, કષાય આદિને મેલ આતમા ઉપર લાગેલે છે અને પ્રતિસમય નો ન લાગતો જાય છે. માટે તે મેલના કારણે જ્ઞાનગુણ ઝાંખે પડતાં સૂક્ષ્મ નિમેદવતિ જેમાં સર્વથા ઝાંખો પડી જાય છે
અકામ નિર્જરા જેમ જેમ થતી જાય, તેમ તેમ જ્ઞાનગુણ પાછો વધતો જાય છે, અને ફરીથી મેહમાયામાં આવીને કર્મના આવરણને ઉપાર્જન કરતે આત્મા પોતાના જ્ઞાનગુણને ફરીથી ઝાંખે કરી દે છે. આમ કઈ સમયે જ્ઞાનગુણ વિકસ્યા છે, તે બીજા સમયે ઝાંખ પણ પડે છે. કેઈ સમયે જ્ઞાનગુણની ઘણી લબ્ધિઓ પણ મેળવવાને માટે આત્મા ભાગ્યશાલી બન્યું છે, તે બીજા સમયે અજ્ઞાન–અંધકારના ઝુલણે રમત આ જીવ બીજાઓના હાથે પેટ ભરીને માર ખાતે પણ રહ્યો છે
પિતાનામાં રહેલા જ્ઞાનગુણેના ભેદે, અવાંતર ભેદ જાણવાને માટે જ પરમ દયાળુ ગૌતમસ્વામીજીએ પ્રશ્નો પૂછયા છે, જેથી જીવ માત્ર પોતાના જ્ઞાનગુણને જોઈ શકે–સમજી શકે.
હે પ્રભે! જ્ઞાનના કેટલા પ્રકારે છે?
જવાબમાં ભગવાને ફરમાવ્યું કે હે ગૌતમ! જ્ઞાનના પાંચ ભેદ છે. આભિનિબંધિક જ્ઞાન (મતિજ્ઞાન), શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન,