________________
શતક ૮મું : ઉદ્દેશક-૨
૧૮૯ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીર વિનાને મુક્ત જીવ, પરમાણુ પુદ્ગલ, શબ્દ, ગંધ, વાયુ અને આ જીવ જિન થશે કે નહિ ? તથા આ જીવ બધાય દુખોને નાશ કરશે કે નહિ? આ પ્રમાણેના ઉપર્યુક્ત દશ પદાર્થો છવસ્થ જાણી શકવાને માટે સમર્થ નથી.
છદ્રસ્થ એટલે અવધિજ્ઞાન આદિ વિશિષ્ટ જ્ઞાનરહિત જીવ લેવો કેમકે વિશિષ્ટ અવધિજ્ઞાની પણ અમૂર્ત એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય આદિને જાણતા નથી. છતાં પણ મૂર્ત પરમાણુને તે જાણી શકે છે. કેમકે આ જ્ઞાનને વિષય મૂતદ્રવ્ય છે પરમાણુ પણ મૂર્તિમાન હોવાથી વિશિષ્ટ અવધિજ્ઞાની તેને જોવાને માટે સમર્થ છે.
ત્યારે મૂર્ત ઘટાદિ પદાર્થો તેવા છે, જેને અવધિજ્ઞાની જાણ શકે છે, પણ તેમાં રહેલા સંપૂર્ણ અનન્ત પર્યાને તો કેવલજ્ઞાની જ જાણી શકે છે. અવધિજ્ઞાની પણ અનન્ત પર્યાને જાતે નથી સર્વભાવને અર્થ ચાક્ષુષ પ્રત્યક્ષ કર મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની ધમસ્તિકાય આદિને સાક્ષાત્ જાણતા નથી, પણ શ્રુતજ્ઞાનની સહાયતાથી જાણે છે. કેમકે મતિ-શ્રતને વિષય અમુક પર્યાય સહિત દ્રવ્યે જ છે જેમને કેવળજ્ઞાન-કેવળ દર્શન ઉત્પન્ન થયા છે, તે અરિહ તે, જિને, કેવળીઓ સર્વ ભાવથી સંપૂર્ણ પર્યાયે સાથે દ્રવ્યને જાણે છે-જૂએ છે. જ્ઞાન વિષયક પ્રશ્નોત્તરે
જ્ઞાન ગુણ છે અને આત્માં ગુણ છે. ગુણ અને ગુણી એટલે આત્મા અને તેને ગુણ અનાદિ કાળથી સ્વતઃ સિદ્ધ પદાર્થો છે. જેની પહેલા ભાગમાં ખૂબ ચર્ચા થઈ જાય છે.