________________
૧૮૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેથી આ કર્મોના વિષને મારવા માટે સ્વાધ્યાયબળ ખૂબ કેળવવાની વૃત્તિ રાખવી અને યથાશક્ય પાંચે ઈન્દ્રિયેને મૌન આપવું; તે જ આપણું જીવનમાં રહેલા વિષનું જોર ઘટશે અને ધીરે ધીરે મટવા પામશે. અન્યથા કહેવાય છે કે–પટેલની જીભમાં, બ્રાહ્મણની આંખમાં અને વાણિયાના પેટમાં ઝેર હોય છે.” આ ઝેરના કારણે જ સમય આવ્યે તે માણસ પિતાની સગી માવડીને, ધર્મપત્નીને, પુત્ર કે પુત્રીઓને અરે પિતાના વિદ્યાગુરુને કે ધર્મગુરુને પણ સ્નેહભાજન બની શકતા નથી
ઘણા એવા માણસને પણ આપણે ક્યાં નથી જાણતા કે“આપ ગરજે આઘે પડે...પોતાની ગરજ હોય ત્યાં સુધી સામાવાળાના પગ ચાટે અને ગરજ મટી ગયા પછી જેનાથી પિતાની ગરજ સરી છે એવાને પણ કટ્ટર વરી બને છે જે ગુરુએ સંસારની માયામાંથી રજોહરણ આપીને એટલે દીક્ષા આપીને તાર્યા હોય. સમય જતાં તે માણસ તેવા ઉપકારી ગુરુને પણ કટ્ટર દુશમન બની જાય છે.
મહા ઉપકારી, તરણ તારણ, જીવતા જાગતાં ગુરુદેવના કટ્ટર વેરીને સ્થાપનાચાર્યજી પણ શી રીતે તારી શકશે? ગુરુકૃપાએ મેળવેલી વિદ્યાથી યશસ્વી બન્યા પછી જે તે ગુરુના છિદ્રોને જ જેતા શિખશે તે તે વિદ્યા તેની મુક્તિને માટે કઈ રીતે થશે?
આમાં બધાઓમાં કમશીવિષ જ કામ કરી રહ્યું છે
છદ્મસ્થ માણસ દશ પદાર્થને જાણતા નથી :
હે ગૌતમ! છદ્મસ્થ માણસ સર્વભાવથી, પ્રત્યક્ષથી મા દશ વસ્તુઓને જાણતા નથી. તે આ પ્રમાણે –