________________
શત ૮મું : ઉદ્દેશક-૨ આશીવિષ :
આ ઉદ્દેશામાં આશીવિષેના ભેદે, અષાન્તર ભેદે, ઉપરાંત છદ્મસ્થ મનુષ્ય દશ સ્થાનકે જોઈ શકતા નથી અને ત્યાર પછી ખૂબ જ વિસ્તારથી જ્ઞાન-જ્ઞાની, અજ્ઞાન–અજ્ઞાની આદિ વિષય ચર્ચાયા છે.
આશીવિષનો સરળાર્થ આ છે ઃ આશી એટલે દાઢ, તેના મધ્યમાં રહેલું વિષ (ઝેર) તે આશીવિષ છે. પણ સામાન્ય પ્રકારે આનો અર્થ ઝેરવાળે પ્રાણ લેવાને છે કેમકે ૮૪ લાખ જીવાયોનિમાં થોડા જ જીવાત્માઓ ઝેર વિનાના છે અને ઘણું ઝેરવાળા છે. તેમને સૌને દાઢમાં ઝેર હોતું નથી. કેવલ સર્ષ જાતિઓમાં જ પ્રાયઃ કરીને દાઢમાં ઝેર જોવામાં આવે છે ત્યારે વૃશ્ચિકને પૂંછમાં ઝેર હોય છે ચંડકૌશિક નાગને દષ્ટિમાં પણ ઝેર હતું, તે કઈકને પેટમાં ઝેર હોય છે.
તેના બે ભેદ છેઃ (૧) જાત્યાશીવિષ, (૨) કમશીવિષ. જન્મથી જ જે આશીવિષ હોય તે જાત્યાશીવિષ અને બીજાઓના શાપ આદિ કિયા રૂપ કર્મથી બીજાઓનો ઉપઘાત કરનાર છે, તે કમશીવિષ કહેવાય છે.
પહેલાના ભેદમાં સર્પની જાતિ, વિછીની જાતિ, દેડકાની જાતિ અને મનુષ્યની જાતિ આમ જાત્યાશીવિષના ચાર ભેદ છે.
વિછી આદિ જાતિને ત્રણે કાળે સદુભાવ જ હોય છે અર્થાત્ કોઈ કાળે પણ તેમને અભાવ હેતે નથી. કમશીવિષમાં નારકને