________________
૧૮૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
અને મનુષ્ય અવતાર મળે છે જ્યાં સુખની માત્રા વધારે હોય છે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય પામેલા તિર્યકરોને એવું સુખ હોતું નથી. માટે પોતપોતાના પુણ્યને આધીન જાતિ નામકર્મને લઈને જીવો એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય તરીકે સંબોધાય છે.
(દંડક ૪-૫)
આ પ્રમાણે બીજા દડકો તેમજ મિશ્ર પરિણત પગલા પરિણામ અને વિસસા પરિણત પુદ્ગલપણે વર્ણ–ગંધ-રસસ્પર્શ અને સંસ્થાન આદિના ભેદ મૂળ સૂત્રથી જાણું લેવા.
અનાદિ કાળથી પુગલની સાથે રહેલા આત્માની દશા રમતના મેદાનમાં રહેલા ફૂટબોલ (દડા) જેવી રહી છે. જેમ બોલમાં સ્થિરતા નથી. ઠેકર મારનાર ખેલાડી જેટલા જોરથી જે દિશામાં બેલને ઠેકર મારશે તેટલા જ વેગથી તે દિશામાં ગતિ કરશે. તેમ કર્મરાજાના ચક્રાવે ચઢી ગયેલા આ જીવને પણ મેહરાજા જેવા પ્રકારની લાત મારશે તે ગતિમાં, તે સ્થાનમાં અને તેના શરીરમાં રખડવું પડશે.
ક્યારેક જ્યારે પાપકર્મોની પ્રબલતા હશે ત્યારે નીચ જાતિ, કદરૂપું શરીર, તેમજ અસાતાદનીય અને મેહકર્મની તીવ્રતા આદિને કારણે આ જીવાત્મા હેરાન-પરેશાન અને અત્યંત દુઃખી બની જાય છે અને જ્યારે પુણ્યકર્મની બોલબાલા હોય છે ત્યારે ઊંચી જાતિ, સુંદર શરીર, ખાનદાન મા બાપ, ખાવા-પીવારહેવાની સારામાં સારી સામગ્રી પ્રાપ્ત થાય છે. છતાં પણ પુણ્યકર્મના ભેગવટામાં મસ્ત બનીને ધર્મકર્મને ભૂલી જાય છે.