________________
શતક ૮મું : ઉદ્દેશક-૧
૧૮૩ ૧૦ કોડાકેડી પલ્યોપમ –૧ સાગરોપમ ૨૦ કેડીકેડી સાગરોપમ–૧ કાલચક્ર અન તકાલ ચક -૧ પુદ્ગલ પરાવર્તકાલ
આવા અનંત પુગલ પરાવર્તકાલથી રખડતાં આત્માને જ્યારે એક પુદગલ પરાવર્તકાલ જ શેષ રહે છે ત્યારે તેને માર્ગોનુ સારિતા, સમ્યગદર્શન, શ્રાવક ધર્મ અને સાધુધર્મની આરાધના માટેની આત્મદષ્ટિ પ્રાપ્ત થાય છે. ત્રપણું પામવા છતાં પણ જે જૈન ધર્મની આરાધના પ્રાપ્ત ન થાય તે તે જીવાત્મા મેહ માયાને વશ બની હિસા, જૂઠ આદિ કાર્યોમાં અને કેઈક સમયે દેવગતિના સુખની લાલસાએ પણ દયા–દાનને કરતે તે જીવ વધારેમાં વધારે ૨૦૦૦ સાગરોપમ સુધી ત્રસ યોનિમાં રહેશે. અને કયારેક દેવલોકમાં તે ક્યારેક નરકમાં તે વળી કયારેક રાજા-મહારાજાઓના અવતારમાં ભટકીને ૨૦૦૦ સગારોપમની મર્યાદા પૂરી થયે ફરીથી તેને સ્થાવરોનિમાં જવાની ફરજ પડે છે સમ્યગદર્શનના અભાવે દેવગતિમાં સુખે ભેગવવા છતાં પણ ત્યાં વિષય-વાસનામાં જ પોતાનું આયુષ્ય પૂર્ણ કરનાર દેવને પણ સ્થાવરનિ પ્રાપ્ત કર્યા વિના છૂટકે નથી આ પ્રમાણે અપક્રાતિથી પ્રાપ્ત થયેલ સ્થાવરનિમા અનંત કાલચકો પૂરા થયે છતે પણ પછી ત્રસ અવતાર પામવે અત્યંત દુર્લભ છે
સ્થાવર નિમાં અન તકાળ હેતે જીવ ફરી કઈક સમયે અકામ નિર્જરાને લઈ ત્રસ અવતાર પામે પણ જે સમ્યગુદષ્ટિ ન પામે તે પાછે ૨૦૦૦ સાગરોપમ રખડી સ્થાવરમાં જાય તેથી જ જિનેશ્વર ભગવતેએ સંસારને મહાભયંકર કહ્યો છે
જ્યારે પુણ્યકર્મો વધે છે, ત્યારે જીવાત્માને પચેન્દ્રિયપણું