________________
શતક ૮મું : ઉદ્દેશક-૧
૧૭૭ આહાર વિના શરીર બંધાય નહીં. માટે શરીરની અગત્યતા છે શરીર ધારણ કરવા છતાં પણ ઈદ્રિય વિના જીવી શકાય નહીં માટે ઇન્દ્રિય પણ રચવી પડે. શ્વાસોશ્વાસ વિના શી રીતે
જીવાય? માટે શ્વાસોશ્વાસની આવશ્યકતા છે વધારે શક્તિ - અને પુણ્યવાળા જીવને બોલવાની અને વિચારવાની શક્તિની
જરૂર પડે છે જેનાથી તે બેલી શકે અને વિચારી શકે છે. માટે સંસારભરના બધાય જીવોની અપેક્ષાએ પર્યાપ્તિઓ છની સંખ્યામાં છે આના અવાંતર ચાર ભેદ છે.
૧. લબ્ધિ અપર્યાપ્ત: જે જીવ ગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે
અને મરણ પામી જાય તે લબ્ધિ અપર્યાપ્ત કહેવાય છે. આમા અપર્યાપ્ત નામકર્મ કારણ રૂપે છે
૨. લબ્ધિ પર્યાપ્ત : જે જીવ સ્વયે પર્યામિઓ પૂર્ણ કરે છે
તે લબ્ધિપર્યાપ્ત કહેવાય છે. આમાં પર્યાપ્ત નામકર્મ કારણરૂપે છે. ૩. કરણ અપર્યાપ્ત : ઉત્પત્તિ સ્થાને સમકાળે સ્વરોગ્ય સર્વ
પર્યાપ્તિઓની રચનાને પ્રારંભ થયો છે. હવે જ્યા સુધી તે કાર્ય સમાપ્ત ન થાય અર્થાત્ બધી પર્યાદ્ધિઓ પૂર્ણરૂપે ન રચાય ત્યાં સુધી તે કરણ અપર્યાપ્ત કહેવાય છે. આમા લબ્ધિ પર્યાપ્ત અને લબ્ધિ અપર્યાપ્ત એ બંને જીવને કરણ
અપર્યાપ્તત્વ હોય છે. ૪. કરણ પર્યાપ્ત: સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂર્ણ થાય ત્યારે
તે જીવ કરણ પર્યાપ્ત કહેવાય છે.
આ બીજા દંડકમાં સૂક્ષ્મ એકેન્દ્રિયથી લઈને અનુત્તર વિમાન સુધીના દેવો પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. ગમે તેવા