________________
૧૭૬
* શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જલચર, સ્થલચર, બેચર, તિર્યંચ, પંચેન્દ્રિય પ્રયોગ પરિણત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયાગ પરિણત તથા ચારે નિકાયના બધાએ દેવતાઓ.
આ પ્રમાણે સૂમ એકેદ્રિયથી લઈને અનુત્તરવિમાન સુધીના જીવ પર્યાપ્તા અને અપર્યાપ્તાના ભેદે બે પ્રકારના જાણવા. કેવળ સંમૂચ્છિમ પંચેન્દ્રિય જીવે અપર્યાપ્ત જ હોવાથી તેને એક ભેદ જાણ (ર દંડક)
આ દંડકમાં પર્યાપ્ત અને અપમાના ભેદથી વિચાર કર્યો છે. જે બને નામકર્મની પ્રકૃતિરૂપે છે અને નામકર્મ જડ છે.
જે જીવે પર્યાસિ પૂર્ણ કરી હોય તે પર્યાપ્ત કહેવાય અને પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના જ મરણ પામે તે અપર્યાપ્ત છે. - પર્યાસિઓ છ પ્રકારે છેઃ
૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઈન્દ્રિય પર્યાયિ. આ ત્રણ પર્યાપ્તિઓ તો પ્રત્યેક જીવ પૂરી કરે જ છે. ૪. શ્વાસેશ્વાસ પર્યાપ્તિ, પ. ભાષા પર્યાપ્તિ, ૬. મન પર્યાપ્તિ,
ચારે ગતિમાં પરિભ્રમણ કરતા જીવને શરીરધારી તરીકે જીવવાની જીવન શક્તિ તેનું નામ પર્યાતિ છે. પુદ્ગલ પરમાણુએની મદદ લીધા વિના જીવન જીવવાની શક્તિ હોવા છતાં પણ તે શક્તિ પ્રગટ થતી નથી. એટલે કે પુદ્ગલેની મદદ ન હોય તે શરીરમાં આત્માની શક્તિ પ્રગટ થતી નથી.
પુદ્ગલ પરમાણુઓના સમૂહના નિમિત્તથી આત્મામાં પ્રગટ થયેલી અને શરીરધારીપણે જીવવા માટેના ઉપયોગી પુગલેને પરિણુમાવવાનું કામ કરનારી આત્માની શરીર ધારણ કરી જીવવાની જીવન શક્તિ તેનું નામ પર્યાપ્તિ.