________________
૧૭૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ - સ્થાને પણ ઈશ્વરની હયાતિ કેઈએ જોઈ નથી. પ્રકૃતિના નિયમોનુસાર સંસારની ગતિ ક્યાંય પણ થંભ્યા વિના અને કેઈના ' પણ અવરોધ વિના અવિરત ચાલુ છે અને ચાલુ રહેશે સુખદુઃખ અને સંગ-વિયેગથી ભરેલા આ સંસારનું સંચાલન ઇશ્વરને આધીન નથી પણ પિત પિતાના કરેલા કર્મોને આધીન છે. ભલું કરશે તે ભલું થશે, બુરું કરશે તે બુરું થશે. આ નિયમાનુસાર કર્મસત્તા જ સંસારના સંચાલનમાં મુખ્ય કારણ છે. આમાં ઈશ્વરને સડેવ જરાયે ઉચિત નથી.
જીવ માત્રના જન્મ-મરણ એક બીજાથી સર્વથા પૃથક્ છે. જેમ કે-માતાની કુક્ષિમાં આવવું, શરીરની રચના, તેમાં ઈન્દ્રિયેની પ્રાપ્તિ અને વિષયને ગ્રહણ કરવાની શક્તિ, આહારને ગ્રહણ કરવાની અને પચાવવાની શક્તિ, બુદ્ધિને વિકાસ આદિ જન્મથી લઈને ઠેઠ મરણ સુધીમાં જીવાત્માએ કરેલા કર્મો જ સર્વોપરિ કારણભૂત છે. કમસત્તા ઈશ્વરને આધીન નથી પણ જીવ જ કર્મ કરવામાં અને તેના ફળને ભેગવવામાં સર્વત્ર સ્વતંત્ર છે. લેહચુંબક પોતાની શક્તિ વડે જ ગમે ત્યાં વિખરાચેલા લેખંડના ટૂકડાઓને પોતાની તરફ આકષી લે છે. તેમ કર્મસત્તામાં ફસાયેલ જીવાત્મા પિતાના પુણ્ય તથા પાપને ભેગવવા માટે પોતે પોતાની મેળે જ શરીર આદિ ધારણ કરવામાં સમર્થ છે.
આ પ્રશ્નોત્તરમાં પુદ્ગલેનું પરિણમન કેટલા પ્રકારે થાય ? આ વાતને ખૂબ વિસ્તારથી સ્પષ્ટરૂપે સમજાવવામાં આવી છે. તે સમજ્યા પછી જ આપણને ખ્યાલ આવશે કે જીવ જેમ અન ત શક્તિને માલિક છે, તેમ કર્મસત્તા પાસે પણ અનંત શક્તિ છે જેનાથી પૂરા બ્રહ્માંડ ઉપર પિતાની સત્તાનું વર્ચસ્વ જમાવીને