________________
શતક આઠમું : ઉદ્દેશક–૧
ભગવતી સૂત્ર (વિવાષomતિ )માં હવે આઠમા શતકને અધિકાર ફરમાવતાં દ્વાદશાગીના રચયિતા પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીએ આ શતકમાં દશ ઉદ્દેશાઓ ફરમાવ્યા છે. તે આ પ્રમાણે – (૧) પુદ્ગલેના પરિણામેનું વિસ્તૃત વર્ણન (૨) આશીવિષ – આશીવિષેના માલિકેનું કથન. (૩) વનસ્પતિ – સંખ્યાત, અસ ખ્યાત અને અનંત જીવવાળી
* વનસ્પતિના ભેદે. (૪) ક્રિયા – પાંચ પ્રકારની ક્રિયાઓનું વર્ણન (૫) આજીવિક – ગોશાલા સંબંધીનું મતવ્ય. (૬) પ્રાસુક – શુદ્ધ આહારના દાનનું ફળ. . (૭) અદત્ત ' – અદત્ત સબંધી બીજાઓનું વક્તવ્ય (૮) પ્રત્યેનીક – ગુરુ દિન પ્રષિીઓનું વર્ણન. (૯) બ ધ – પ્રગ બંધ. (૧૦) આરાધન – દેશ આરાધનાની વક્તવ્યતા.
દેવાધિદેવ, પતિત પાવન, ઘેર તપસ્વી, પરમ કૃપાળુ, સર્વજ્ઞ ભગવાન મહાવીર, ગણધર ભગવંતે, સામાન્ય કેવલિઓ, જૈન શાસનના રક્ષક, મડાન્ પ્રભાવક લબ્ધિધર મુનિરાજે, શિયલમૂતિ સાધ્વીજી મહારાજાઓના ચરણરજથી પવિત્ર બનેલી રાજગૃહી નગરીમાં આ ઉદ્દેશે પ્રકાશિત થયા છે.