________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
નથી. સ સારવતી હોવાના કારણે જ્યાં સુધી તે શરીરના પર્યાયે ધારણ કરતા રહે છે ત્યાં સુધી તે રૂપી પણ કહેવાય છે. વસ્તુતઃ જીવ દ્રવ્યતત્વની અપેક્ષાએ અરૂપી છે. આમ કહી ગૌતમસ્વામીજી સમવસરણમાં આવ્યા. વંદના કરી ગોચરીની આલોચના કરી અને ભાત-ભેજના પાણીનો ઉપગ કર્યો એટલે ભેજન વાપર્યું.
પછી તે કાલેદયી ભગવાન પાસે આવે અને મધુર વાણીએ ભગવાને તેની શંકા દૂર કરતાં કહ્યું કે-જીવાદિ ત જે સ્વરૂપે છે તે સ્વરૂપે જ હું કહું છું. અને તે લેકે તત્ત્વની યથાર્થતાને સમજ્યા.
ફરીથી કાલેદયીએ પૂછયું કે–અરૂપી અને અજીવ એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમ કઈ પણ જીવ બેસવા, સુવા, ઊભા રહેવા કે આળોટવામાં સમર્થ છે?
ભગવાને “ના” કહી કેવળ પુદ્ગલાસ્તિકાયમાં કઈ પણ જીવ સુવા, બેસવા કે આળોટવા માટે સમર્થ છે. - સારાંશ કે ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કે જીવાસ્તિકાયના પ્રદેશ અસંખ્યાતા છે અને તે બધાએ પર સ્પર નિત્ય અને અવસ્થિત છે એટલે કે એક જ આકાશ પ્રદેશમાં બધાઓના પ્રદેશ સાથે રહેવા છતાં પણ પરસ્પર એક બીજાનું એક બીજામાં પરિણમન થતું નથી. માટે તેમાં જીવ રહેતું નથી. પણ પુદ્ગલાસ્તિકાયમા જ જીવ રહે છે, સુવે છે અને આળોટે છે.
કર્માધીન બનેલા જીવાત્માને પુદ્ગલેને સહચાર અવયં. ભાવી હોવાથી જીવ પુદ્ગલમાં રહે છે, આમ કહેવામાં વાંધો નથી
જી અને પુદ્ગલે જ્યારે દૂધ અને સાકરની જેમ