________________
૧૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આકાશાસ્તિકાય પણ અરૂપી છે. જ્યારે એક માત્ર પગલાસ્તિકાયને રૂપી કહેલ છે.
આ પ્રમાણે જ્ઞાતપુત્ર મહાવીરસ્વામી જે પ્રતિપાદન કરી રહ્યા છે, તેને આપણે સત્ય શી રીતે માની શકીએ? એમ તે બધાએ છદ્મસ્થ હોવાના કારણે કેવળીગમ્ય પદાર્થોને નિર્ણય કરી ન શકે તે બનવા જોગ છે. આ પ્રમાણે શંકાશીલ બનીને તેઓ ચર્ચા કરી રહ્યા હતા.
તે કાળે અને તે સમયે જ્ઞાનચક્ષુથી સર્વે દ્રા અને તેમનાં અનંતપર્યાને પ્રત્યક્ષ કરતાં તથા શંકાશીલ બનેલા છતાંએ ભવિતવ્યતા જેમની પાકી ગઈ છે, તેવા તે ભવ્યાત્માઓને સમ્યજ્ઞાન પમાડવા ત્રિશલાપુત્ર ભગવાન મહાવીર સ્વામી પણ વિહાર કરતાં ગુણશીલ ચૈત્યના ઉદ્યાનમાં પધાર્યા અને સમસરમાં બિરાજમાન થયા. પેલા પરમતાવલંબીઓ પણ અહીં સમીપમાં જ રહેતા હતા.
તે સમયે ભગવાનના જયેષ્ઠ અંતેવાસી ઈન્દ્રભૂતિ ગણધર અરસ-નિરસ આહારની પ્રાપ્તિ અર્થે રાજગૃહનગરમાં ઈસમિતિપૂર્વક નીકળ્યા, અને તે પરમતાવલ બીઓની સન્મુખ થઈ આગળ વધ્યા. સૌની સન્મુખ થઈને જતા ગૌતમસ્વામીને જોઈને કાલેદાયીએ સૌને કહ્યું કે ભાઈઓ! જુઓ ભગવાન મહાવીરસ્વામીના જયેષ્ઠ ગણધર ગૌતમ જઈ રહ્યા છે, તેઓ ઘણા જ જ્ઞાની છે ચાલે, આપણે તેમને મળીને મહાવીરના વચનનું તાત્પર્ય જાણીએ.
બધા તૈયાર થઈ ગૌતમસ્વામી પાસે આવ્યા અને કહ્યું કે હે મહાભાગ! તમારા ગુરુ મહાવીર સ્વામી અસ્તિકા માટેની