________________
શતક ૭મું : ઉદ્દેશક-૧૦
વાતાવાર ૧ પાચ પાસ્તિકાય
પ્રશ્ન ૧ થી ૧૦–ચોથા આરાના લગભગ અતિમ સમયમાં કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામી જ્યારે સમવસરણમાં બિરાજમાન હતા, તે સમયે રાજગૃહી નગરીમાં ગુણશીલ નામનું ચૈત્ય હતું, તે ચૈત્યથી વધારે દૂર પણ નહીં અને સમીપ પણ નહીં એવા સ્થાનમાં અન્ય મતવાળાઓ-જેમના નામ હતાં કાળદાયી, શિલદાયી, શિવાલેદાયી, ઉદય, નામદય, નર્મોદય, અન્ય પાલક, શિલ પાલક, શંખ પાલક, સુહસ્તિ અને ગાથાપતિ વગેરે રહેતા હતા એક દિવસ તેઓ બધા સાથે બેસીને આપસમાં આ પ્રમાણે વાર્તાલાપ કરી રહ્યા હતા કે–હે ભાઈઓ! અત્યારે જ્ઞાતપુત્ર ભાગવાન મહાવીર પોતાના સમવસરણમાં બિરાજમાન થઈ ઘણી મેટી પર્ષદા વચ્ચે પદાર્થોની પ્રરૂપણ કરતાં કહે છે કે, પૂરા બ્રહ્માંડમાં અસ્તિકાયવાળા દ્રવ્ય પાચ જ છે. તે આ પ્રમાણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદગલાસ્તિકાય.
અસ્તિ એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ અર્થાત પ્રદેશને સમૂહ જેમાં હોય તે અસ્તિકાય પદાર્થ કહેવાય, અને તે ઉપર પ્રમાણે છે. તેમાંથી જીવાસ્તિકાયને છેડી બાકીના ચારે અજીવ છે. અજીવ હોવા છતાં પણ તેમાં પ્રદેશોનો સમૂહ હોવાથી તે ચારે અસ્તિકાય કહેવાય છે
જીવાસ્તિકાય અરૂપી છે જ્ઞાનાદિ રૂપ ઉપગનું નામ જીવ છે. માટે જ્ઞાનાદિ રૂપ ઉપગની જ્યાં પ્રધાનતા હોય તે જીવા. સ્તિકાય છે અને અરૂપી છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને