________________
૧૬૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હિંસક વૃત્તિવાળા, મર્યાદા વિનાના અને ક્રોધી જ દેવલેકમાં જતા નથી આથી રણ સ ગ્રામમાં મૃત્યુ પામેલા બધા દેવલેકમાં જ જાય છે એવી માન્યતાનું ખંડન થાય છે.
મૃત્યુ પામેલામાંથી બે ભાગ્યશાળીઓ દેવલોકમાં ઉત્પન્ન થયા છે તેમના નામે બતાવતાં ભગવાને કહ્યું કે-એક તે વૈશાલી નગરીને નાગપૌત્ર વરુણને સારથિ જે ધન-ધાન્યથી સમૃદ્ધ હતે, મારા શાસનને અનહદ રાગી હતે, છઠ્ઠને પારણે હંમેશાં છઠ્ઠ કરનારે હતો, મુનિઓ પ્રત્યે ભક્તિવાળે હતું, પૌષધેપવાસ અને પ્રત્યાખ્યાન ધર્મ પ્રત્યે શ્રદ્ધાળુ હતા, ચેટક રાજાના પક્ષને સૈનિક હોવાથી જે દિવસે રણ સંગ્રામમાં જવાનું હતું તે દિવસે છઠ્ઠની તપસ્યાનું પારણું કર્યા વિના જ અઠ્ઠમના તપનું પચ્ચકૂખાણ સ્વીકારી રણમેદાનમાં ગયે અને હાર્યો. પોતાના રથને એકાંતમા લઈ જઈ રથમાંથી ઘડાઓને છૂટા કરી નાખ્યા અને પિતે અરિહંતની સાક્ષીએ કરેલા પાપને સિરાવી જૈન શાસનનું શરણ અંગીકાર કરી મૃત્યુ પામ્યું અને દેવલોકમાં ગયે. ધર્મ દેવલેકમાં અરુણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળે દેવ થયે ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને ચારિત્ર અંગીકાર કરી મોક્ષ મેળવશે. બીજો આ જ વરુણને એક મિત્ર જે જૈન શાસન પ્રત્યે અત્યંત રાગી હોવાથી તે પણ આરાધક બન્યું અને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે.
O
pen
0
નવમે ઉદ્દેશક સમાપ્ત