________________
શતક ૭મું : ઉદ્દેશક-૯
૧૫૭ ભગવાન મહાવીરના ચરણે લાવી તેમના ભક્ત બનાવી દીધા અને તે દિવસથી જ તે રાજા ભ૦ મહાવીરની આજ્ઞાને પૂર્ણ શ્રદ્ધાથી માનવા લાગ્યા. ફળ સ્વરૂપે શ્રદ્ધાના બળે આવતી ચોવીસીમાં તીર્થકર થવાનું નામકર્મ નિકાચિત કરવા ભાગ્યશાલી બન્યા
- શ્રેણિકની આવા પ્રકારની ધર્મશ્રદ્ધા તેમના પુત્ર કણિકને પસંદ પડી નહીં. તેથી શંકાશીલ બની ગયેલા કુણિકના હૃદયમાં એવું ન જાગૃત થયું કે ધમધ બનેલા મારા માતા-પિતા આ વિશાલ રાજ્યને કયાંક ગણતંત્રને હવાલે ન કરી દે એમ સમજીને ષડયંત્ર દ્વારા તે કુણિકે પોતાના પિતા શ્રેણિકને કારાવાસમાં ધકેલી દીધા અને પૂરા મગધદેશનું સામ્રાજ્ય પિતાને સ્વાધીન કર્યું ભગવાન મહાવીરના અનન્ય ઉપાસક શ્રેણિક મહારાજા કારાવાસમાં જ મૃત્યુ પામ્યા મગધ દેશને અધિપતિ બનેલે આ કુણિક શક્તિસંપન્ન હતો. તે પિતૃહત્યાના અભિ શાપને દૂર કરવા માટે તે ભગવાન પાસે આવતે, સામૈયા આદિથી તેમનું બહુમાન કરતો, પરંતુ અન્તર્હદય શૂન્યું હતું. ભગવાનના બાહરૂપ પ્રત્યે તે આસક્ત હતો પણ ભગવાનના વચને પ્રત્યે તે શ્રદ્ધાળ બની શકે નહીં. આ અવસર્પિણીને આ મોટામાં માટે અભિશાપ છે.
કેણિકની રાજ્યસત્તા મહાવીરના શાસનને સહાયભૂત બની હત અને મહાવીરનું શાસન જે કેણિકના હદયમાં ઉતય" હોત તો સેનામાં સુગંધ મળવા જેવી મઝા આવી ગઈ હોત અને ભગવાન મહાવીરનું શાસન સોળે કળાએ ખીલી ઉઠય હેત ! પણ આ બધી વાતો કળિયુગને મજૂર ન હતી. તેથી જ પિતાની પટ્ટરાણું પદ્માવતીના કહેવાથી પોતાના નાના ભાઈ હટ્ટ અને વિહલ્લ પાસે તેમના ભાગમાં આવેલા હાથી અને હારની