________________
૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અશાંતિ પ્રસરી રહી હતી ભગવાન મહાવીરસ્વામીએ પિતાની અનુપમ જ્ઞાનશક્તિના પ્રભાવથી આ અશાંતિ મહદંશે શાંતિના રૂપમાં ફેરવી નાખી હતી. અને કોઈ પણ જાતની હિંસાથી કદી પણ ધર્મની પ્રાપ્તિ કે સદ્ગતિની પ્રાપ્તિ થતી નથી, ઉલટું નરકના ઘેર દુઃખે સહવા પડે છે તે સચોટ રીતે સમજાવ્યું.
તીર્થકર ભગવંતેને આ લકત્તર ધર્મના પ્રચાર માટે રાજસત્તાની સહાયની પણ અનિવાર્ય આવશ્યક્તા રહે છે. તેથી જ પૂર્વના તીર્થકરોમાંથી કેાઈને ચક્રવતીની રાજસત્તાની અને કોઈને વાસુદેવ કે પ્રતિવાસુદેવેની રાજસત્તાની સહાય ઓછા વત્તા અશે પણ મળતી રહી છે. છેલ્લા છેલ્લા પાર્શ્વનાથ ભગવાનને પણ અશ્વસેન રાજાની રાજસત્તાએ અહિંસાધર્મના પ્રચારમાં ઘણે જ વેગ આપે છે. ભગવાન પાર્શ્વનાથના પિતા જ કે વાસુદેવ કે પ્રતિવાસુદેવ ન હતા; છતાં તેઓ પ્રામાણિક,
ન્યાયનિષ્ઠ, મિષ્ટભાષી, પૂર્ણ સદાચારી અને નિષ્કલંક શિયલવ્રતધમી હતા. તેથી તેમની ધાર્મિક શીલતાને લીધે તે સમયે પણ ક્ષત્રિમાં અહિંસાધર્મ ઘણું મેટા પાયા પર માન્ય થઈ ચૂક હતા.
જ્યારે ભગવાન મહાવીર સ્વામીના શાસન ઉપર હુંડા અવસર્પિણની પૂરેપૂરી અસર હોવાને લીધે એક , પ રાજસત્તા જૈનશાસન માટે ચિર સ્થાયિની બની નથી.
ક્ષત્રિયકુડ નગરના રાજા સિદ્ધાર્થની પત્ની ત્રિશલા રાણીએ જ્યારે ૧૪ સ્વપ્રો જોયા ત્યારે સૌને પૂર્ણ ખાત્રી થઈ ગઈ હતી કે ત્રિશલા રાણની કુક્ષિથી ચરમ તીર્થકરને જન્મ થશે જન્મ બાદ જ્યારે કરોડોની સંખ્યામાં દેવી-દેવતાઓ સાથે ૬૪ ઈન્દ્રો