________________
શતક મુંઃ ઉદ્દેશક-૮
૧૪૯ દસે સંજ્ઞાનુ બળ ઓછું થશે અને મનુષ્ય પોતાના જીવનને ઊંચું બનાવી શકશે. અન્યથા જ્ઞાનેન સ્ટ્રીના ૫શુમિ: સમાના. ! એટલે ઉપર કહેલી દઢ સંજ્ઞાઓમાં ફસાયેલા જીવ પશુ જે જ અજ્ઞાની છે. અને અજ્ઞાની છે આહાર-મિથુન-પરિગ્રહ આદિના ઉદયકાળમાં વિવેક રહિત હોવાથી તેઓને સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. પરિણામે તેમની માનસિક, વાચિક અને કાયિક ચેષ્ટાઓ આ અગાધ સ સારની ભયંકરતાને વધારનારી જ હોય છે. તેથી આચારાગ સૂત્રના પહેલા જ સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે –“કેટલાક અને જ્ઞાનસંજ્ઞા નથી હોતી ? માટે જ તેઓ પોતાના આત્માને ઓળખવા માટે સમર્થ બની શકતા નથી તે પછી ક શી રીતે બંધાય છે? કર્મો શી રીતે તૂટે છે અને બાધેલા કર્મો કેવા ભયકર હોય છે? આ બધી વાતે શી રીતે જાણવાના હતા માટે સંસારભીરુ આત્માઓએ પિતાના પુરુષાર્થથી ઉપરની સંજ્ઞાઓનું જોર ઓછું થાય અને જ્ઞાન સંજ્ઞાની પ્રાપ્તિ થાય તે રીતે વર્તવું જોઈએ.
ઉપર્યુક્ત દશે સંજ્ઞાઓ જેમના જીવનમાં ઘર કરી ગઈ છે તે જ પ્રાયઃ કરીને નરકમાં જ જાય છે અને ત્યાં દશ પ્રકારની સર્વથા અસહ્ય વેદનાઓ ભેગવવી પડે છે. તે વેદનાઓ આ પ્રમાણે છેઃ-શીત, ઉષ્ણ, ભૂખ, તરસ, આખા શરીરમાં ખુજલી, પરાધીનતા, તાવ, દાહ, ભય અને શેક
આ વેદનાઓને ભોગવતા નારકના જ પિતાનું આખુ જીવન રીબાઈ—રીબાઈને પૂરું કરે છે.
નારક છે જે વેદનાઓ ભેગવી રહ્યા છે. તેના મૂળમાં તેમણે કરેલા કર્મો જ કારણભૂત છે કર્મો બંધાવવાનું મૂખ્ય કારણ ક્રિયાઓ છે. તેથી “કિયાએ કર્મ' એમ બેલાય છે.