________________
૧૫૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કિયાઓ ઘણું જ છે, પણ આ પ્રશ્નમાં તે કેવળ “અપ્રત્યાખ્યાની” ક્રિયાને લગતી વાત છે.
પ્રસ–ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાને કહ્યું કે-હાથીના જીવની અને કીડીના જીવની અપ્રત્યાખ્યાની ક્રિયા અવિરતિને લઈને સમાન જ છે વિરતિ એટલે ત્યાગ પાપસ્થાનકેને ત્યાગ જ ત્યાગ કહેવાય છે કેમકે અનાદિકાળથી આ જીવાત્માએ દસ કે પ્રકારાન્તરે સેળ સંજ્ઞાઓમાં બેભાન બનીને આખાયે સંસારને ઇતિહાસ કે ભૂગોળમાં પારંગત બની શક્યા છે. રાજા-મહારાજા એના માટેના નંબરે યાદ કરી શકે છે. આહારમાં રસાસ્વાદ વધારવા માટે વૈદ્યક ગ્રંથને અભ્યાસ કર્યો. કામસેવનના ૮૪ આસને ધ્યાનમાં રાખ્યા. વૈરીનું કાટલું કાઢવા મૂહરચના ગોઠવી. પૈસે ભેગે કરવામાં કઈ એજના કઈ રીતે કરવી એમાં આખી જીંદગી પૂરી કરી. પણ આ બધી ભાંજગડમાં કેટલા પાપાનકેનું સેવન થયું તે જાણવાની તે દરકાર ન રાખી પછી તેને છોડવાની તે વાત જ કયાં રહી? અને પાપોના ઢગ નીચે સ્વયં દબાઈ ગયે. - આવી રીતે સંખ્યાતા કે અસંખ્યાતા વાર મળેલા મનુષ્ય અવતારેને આ જીવાત્માએ ફેગટ ગુમાવ્યા મહાન પદયે પ્રાપ્ત થયેલ આ મનુષ્ય અવતાર એળે ન જાય તે માટે ખૂબ કાળજી પૂર્વક પાપને ઓળખવા અને જે રીતે બની શકે તેવી રીતે એ પાપસ્થાનકોને ત્યાગ કરી વિરતિધર્મ અંગીકાર કર એ જ હિતાવહ છે.
વર્તમાન ભવમાં નિરર્થક બંધાતા પાપકર્મોને ત્યાગ કરી ભવ-ભવાતમાં બાંધેલા પાપની પણ સારી રીતે આલોચના - કરી તે પાપની માફી માંગવી આવશ્યક છે મચ્છીમાર, કસાઈ