________________
૧૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
અને અહિંસક, સત્ય અને અસત્ય, સદાચાર અને દુરાચાર, ત્યાગ અને ભેગને વિવેક કરવામાં સર્વથા શૂન્ય હોય છે, તેથી આખી જીદગી સુધી પિતાના સુખને માટે, ખાનપાન, મેહવાસના, શરીરના ભેગવિલાસ અને ઇન્દ્રિયના ગુલામ બનીને અસંખ્યાતા જી સાથે વરની ગાંઠમાં બંધાય છે.
પૂર્વભવના પુણ્યકર્મના કારણે મળનારા ભગ્ય પદાર્થો અહિંસક માર્ગે પણ મેળવી શકાય છે. પરંતુ વિવેક માગને જીવનમાં જ્યારે લોપ થાય છે ત્યારે પંચેન્દ્રિય જીના વધથી ઉત્પાદિત ખરાક, ત્રસ જીના વધથી બનેલા વરે, અમુક પ્રકારના પે, તેમજ જીવનની મેજ માટે બીજા પણ હિંસક પ્રકારેને માર્ગ સ્વીકારી લેવા તૈયાર રહેશે. અને પુણ્ય સંગથી મળેલા મનુષ્ય અવતારને સમાપ્ત કરી એકેન્દ્રિયાદિ અવસ્થામાં અકથનીય વેદનાને અનુભવ કરશે. અનિચ્છાએ વેદનાને ભેગવતે વનસ્પતિકાયને કોઈ પણ જીવ એ નથી ઈચ્છતે કે મારી ડાળ, પુષ્પ, ફળ, પાંદડા આદિ કેઈ તેડે, છેદે, બાળે કે બાફે. છતાંય અધાર્મિક મનુષ્યો વિના પ્રજને પણ ચાલતા જાય, ફરતા જાય અને ઝાડની ડાળ કે પાંદડા તેડતા જાય કોઈ પુપને તેડે, કેઈ ફળને તેડે અને વળી કઈ ઝાડ ઉપર લાગેલી નવી ઉગતી કળીઓને તેડે કુલની એક એક પાંદડી જુદી કરી ગમે ત્યાં ફેંકી દે આ પ્રમાણે પિતાની જાતને કઈ પણ પ્રકારે પ્રતિકાર કરવા માટે સર્વથા અક્ષમ વનસ્પતિકાય પ્રતિક્ષણે અકામ વેદના ભગવે છે !
ગૌતમ સ્વામીજી આ પ્રશ્નના અનુસંધાનમાં બીજો પ્રશ્ન પૂછે છે કે, જ્ઞાનશક્તિ શૂન્ય અમનસ્ક જીવે ભલે અકામ વેદના ભેગવે, પરંતુ જેઓ સમનસ્ક જ જ્ઞાનશક્તિવાળા છે, તેઓ *