________________
૧૪૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સંસારના ઘણું ભાગ્ય પદાર્થોને એક પછી એક છોડવાને અભ્યાસ કરશે. મહિને મહિને પણ એક એક કુટેવ ઓછી થશે તે વર્ષભરમાં બાર કુટેવ આપણા ક ટેલમાં આવતાં આપણું જીવન અરિહ તેના શાસનમાં આવવા માટે લાયક બનશે. અથવા તે એક એક વર્ષે પણ જીવનમાં પડેલી હિંસા, જૂઠ, ચેરી, મિથુન અને પરિગ્રહના પાપોની એક પછી એક માયા છોડતી જશે તો યે જીવનના અંત ભાગ સુધી પાપવર્ધક, પાપફળદાયક અને પાપપરંપરક ઘણી કુટેવથી તમે મુક્ત બની શકશે. ખૂબ ખૂબ સમજી લેજે કે જીવનમાથી કુટે ગયા વિના, સારી આદતે કદી પણ આવવાની નથી. માટે–
૧. અહિંસક બનતા પહેલા હિંસકકર્મો, હિંસક ભાષાઓ છેડવી
પડશે. ૨, સત્યવાદી બનવા માટે જૂઠું બોલવાનું બંધ કરવું પડશે.
બકવાદ બંધ કરવું પડશે, ક્રોધ, લોભ, ભય અને હાસ્યની
આદત છેડવી પડશે. ૩. અચૌર્યગ્રતી બનવા માટે ચોરી કરવાનું બંધ કરવું પડશે.
ખોટા માપ, દાણચેરી આદિ ધંધા પર નિયંત્રણ મૂકવું પડશે. જ બ્રહ્મવ્રતી થવા માટે દેશથી કે સર્વથી મિથુન કર્મની ચેષ્ટા
છોડવી પડશે સદાચારી બનવું પડશે. ૫. સંતાપ થવા માટે બધા પ્રકારના પરિગ્રહો ઉપર નિયંત્રણ
મૂકવું પડશે.
આમ ભાગ્ય પદાર્થોને ત્યાગ કરવાથી જ સાચા ત્યાગી બનશે અને દેવગતિ પ્રાપ્ત કરવાને ચેપગ્ય બનશે. અને અવધિ