________________
૧૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ જવાબમાં ભગવાને કહ્યું કે તારી વાતનું હું સમર્થન કરતા નથી, પણ મારું કહેવું એમ છે કે હે ગૌતમ! તે જીવ–
ઉત્થાન એટલે ઉભા થવા રૂપ ચેષ્ટા વડે. કર્મ એટલે ભ્રમણ આદિ ક્રિયાઓ વડે, બળ એટલે શરીર સામર્થ્ય વડે. વિર્ય એટલે પિતાના આત્મબળ વડે. પુરુષાકાર એટલે પિતાના સ્વાભિમાન વડે
આ પ્રમાણેના પાંચે પ્રકારે તે જીવાત્મા પિતાના વિપુલ ભેગેને ભેગવવા માટે સમર્થ બને છે અને જે ભેગને જોગવવા માટે સમર્થ હોય છે, તે પિતાને મળેલા ભેગોને ત્યાગ કરીને સારામાં સારી નિર્જરા પણ કરી શકે છે તથા વિશિષ્ટ ફળનો માલિક બને છે, અર્થાત ભેગના ત્યાગથી જ જીવ માત્ર કર્મોની નિર્જરા કરવા માટે સમર્થ બને છે.
જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્યપૂર્વક ભેગને ત્યાગ નથી કરતે અને શરીરથી દુર્બળ છે, માટે મળેલા ભેગોને ભેગવવા માટે પણ સમર્થ નથી. તેવી અવસ્થામાં તે જીવ કર્મોની નિર્જરા કરી શકતા નથી, કેમકે ત્યાગની ભાવનાથી ત્યાગી નહીં બનેલે છતાં દુર્બળતાના કારણે અભેગી હોવા છતાં પણ તેના મનમાં ભેગો પ્રત્યેની લાલસા વિદ્યમાન હોય છે. ઘણા વૃદ્ધ માણસોને આપણે જાણીએ છીએ અને જોઈએ છીએ કે ઉમરનો પરિપાક થવા છતાં અને શરીરના ગાત્રે સર્વથા શિથિલ બની ગયા છતાં પણ મિથુનકર્મનો ત્યાગની ભાવના તેમનામાં મુદ્દલ હેતી નથી. તે સમયે પણ તેઓ કહેતા હોય છે કે, કદાચ બિમારીમાંથી ઉગરી જાઉં તે પેલા ભર્તુહરિ મહારાજ કહે છે તેમ–